અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્ર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મે 5 દિવસમાં 150 કરોડથી વધુનું કલેક્શન કર્યુ છે. ફિલ્મની બોક્સ ઓફિસ સક્સેસ પછી અયાન મુખર્જીએ બ્રહ્માસ્ત્ર 2ની રીલિઝને લઇને મોટી જાહેરાત કરી છે.
Advertisement
Advertisement
ટ્રાયલૉજી સીરિઝનો બીજો ભાગ વર્ષ 2025માં રીલિઝ કરવાની તૈયારી છે. ફિલ્મનો પ્રથમ પાર્ટ શિવા પર ફોકસ હતો. હવે બીજા પાર્ટમાં દેવની કહાની બતાવવામાં આવશે. બ્રહ્માસ્ત્ર ફિલ્મના અંતમાં હિંટ પણ આપવામાં આવી હતી કે બીજા પાર્ટમાં દેવ પર ફોકસ થશે.
અયાન મુખર્જી કહે છે, હું તો લોકોની ઉત્સુકતા વધારી રહ્યો છું, હું ઇચ્છુ છુ કે નામને લઇને ચર્ચા ચાલતી રહે. હું તો ખુદ લોકોને પૂછવા માંગુ છું કે કોનું નામ તે સજેસ્ટ કરે છે અને કેમ. જોકે, યોગ્ય સમય આવવા પર હું ખુદ દેવને લોકો વચ્ચે લઇને આવીશ. અમે ક્રિએટિવ લેવલ પર પણ નામને લઇને જ ચર્ચા કરી રહ્યા છીએ, જેની પર લોકો અનુમાન લગાવતા રહે. કહાની તો એમ બ્રહ્માસ્ત્ર દરમિયાન જ બનવાની શરૂ થઇ ગઇ હતી, દેવ એક રીતે અસ્ત્રવર્સનું સેન્ટ્રલ રોલ હશે. જે આજના અને જૂના સમયને જોડશે. હું દેવના ડેવલપમેન્ટથી ઘણો ખુશ છું કારણ કે આ ઘણો પાવરફુલ બનવાનો છે. મારો દાવો છે કે તેની કહાની પણ લોકોને પસંદ પડશે. મારો પ્રયાસ રહેશે કે આ ફિલ્મ 2025ના અંત સુધી ફ્લોર પર આવી જાય અને રીલિઝ માટે તૈયાર થઇ જાય.
બ્રહ્માસ્ત્ર 2 બનાવવામાં લાગશે ત્રણ વર્ષ
અયાન મુખર્જી અનુસાર, પાર્ટ 1માં બ્રહ્માસ્ત્ર યૂનિવર્સનો પાયો રાખવામાં આવ્યો હતો, કહાનીને સેટ કરવાની હતી. અયાને કહ્યુ દેવનો પાર્ટ કોણ પ્લે કરશે તે હજુ નથી જણાવી શકતો. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે જાહેરાત કરવામાં આવશે. આ જરૂર જણાવ્યુ કે બ્રહ્માસ્ત્ર પાર્ટ 2 વર્ષ 2025માં રીલિઝ થશે, તેને 3 વર્ષમાં બીજા પાર્ટ સાથે આવવાનું છે. આ પીરિયડ ઘણો ટફ રહેવાનો છે. ફિલ્મની કહાની તૈયાર છે, જોકે, ફિલ્મની શૂટિંગ ક્યારથી શરૂ થશે તેને લઇને હજુ કન્ફોર્મ કરવામાં આવ્યુ નથી. VFX પર ઘણો ફોકસ રહેશે.
Advertisement