ડિરેક્ટર લોકેશ કનકરાજ (Lokesh Kanagaraj)ની એક્શન એન્ટરટેઇનર ફિલ્મ ‘વિક્રમ’ (Vikram) થિયેટરમાં 100 દિવસ પૂર્ણ કર્યા છે. 8 જુલાઇથી ઓટીટી પર રિલીઝ થવા છતા થિયેટરમાં દર્શકોની ભીડ ખેચનારી આ ફિલ્મ પહેલા જ વિશ્વભરમાં પોતાના બૉક્સ ઓફિસ કલેક્શનથી 400 કરોડથી વધુની કમાણી કરી ચુકી છે.
Advertisement
Advertisement
વિક્રમના થિયેટરમાં 100 દિવસ પૂર્ણ
100 દિવસ પુરા થવાની ખુશીમાં કમલ હાસને ફેન્સનો આભાર માન્યો છે. ફિલ્મનું નિર્માણ કરનારા અભિનેતા કમલ હાસને ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરતા લખ્યુ- ફેન્સના સમર્થન સાથે, વિક્રમે (Vikram) હવે થિયેટરમાં 100 દિવસનો આંકડો પાર કરી લીધો છે, હું ઘણો ખુશ છું. પોતાના દિલમાં, હું તમને બધાને ગળે લગાવુ છુ. જે પેઢીઓથી મારી પ્રશંસા કરતા આવી રહ્યા છે. હું દરેક તે વ્યક્તિનો દિલથી આભાર માનું છું જે વિક્રમની જીતનો ભાગ હતા. નાના ભાઇ લોકેશને મારી શુભકામનાઓ અને પ્રેમ.
ફિલ્મે સારો વેપાર કર્યો હતો
વિક્રમે (Vikram) પહેલા જ રેકોર્ડ બુકમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. ફિલ્મ બૉક્સ ઓફિસ પર કેટલાક રેકોર્ડ તોડ્યા છે અને તમિલનાડુમાં નંબર વન ગ્રૉસર બની ગઇ છે. તેને રાજ્યમાં માત્ર 17 દિવસમાં 155 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે ફિલ્મનો ઓવર ઓલ બૉક્સ ઓફિસ કલેક્શન 400 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ચુકી છે.
3 જૂન 2022માં રિલીઝ થઇ હતી વિક્રમ
રસપ્રદ વાત આ છે કે હજુ પણ ફિલ્મનું થિયેટરમાં સારૂ પ્રદર્શન ચાલુ છે. તમને જણાવી દઇએ કે આ ઓટીટી પ્લેટફૉમ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર 8 જુલાઇએ રિલીઝ થઇ ચુકી છે. લોકેશ કનગરાજ દ્વારા લેખિત અને ડિરેક્ટર ફિલ્મમાં કમલ હાસન, વિજય સેતુપતિ અને ફહદ ફાસિલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 3 જૂન, 2022માં થિયેટરમાં રિલીઝ થઇ હતી.
Advertisement