મુંબઇ: આમિર ખાનની દીકરી ઇરા ખાન છેલ્લા ઘણા સમયથી પોતાની લવ લાઇફને લઇને ચર્ચામાં રહી છે. નુપુર શિખરે સાથે તેના પ્રેમની તસવીરો અવાર નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.
Advertisement
Advertisement
ઇરા તેની સાથે પોતાના પ્રેમનો ઇઝહાર કરી ચુકી છે અને કેટલાક સમય પહેલા આમિરે પણ બન્નેના સબંધ પર મોહર લગાવી દીધી હતી. હવે અંતે ઇરા અને નુપુરે સગાઇ કરી લીધી છે.
સગાઇની તસવીરો સામે આવી
કેટલાક સમય પહેલા નુપુરે ઇરાને પ્રપોઝ કર્યુ હતુ, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. હવે બન્નેએ પોતાના પરિવાર અને કેટલાક નજીકના લોકોની હાજરીમાં પોતાનો સબંધ આગળ વધારતા સગાઇ કરી લીધી છે.
ઇરા અને નુપુરની સગાઇની તસવીરો પણ સામે આવી ચુકી છે. ઇરાએ પોતાના આ ખાસ દિવસે લાલ રંગનો ઓફ શોલ્ડર ગાઉન પહેર્યો હતો. એક ટ્વિટર યૂઝરે તેમની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
સગાઇનો વીડિયો
View this post on Instagram
આમિર અને ફાતિમાએ ધ્યાન ખેચ્યુ
સગાઇમાં આમિર ખાન સિવાય તેની બન્ને પૂર્વ પત્ની રીના દત્તા અને કિરણ રાવ પણ પહોચી હતી. સોશિયલ મીડિયા પર તેમની તસવીરો વાયરલ થઇ રહી છે. આ સિવાય આ સમારંભમાં ઇરાનો ભાઇ જુનૈદ ખાન, કિરણ રાવનો દીકરો આઝાદ, અભિનેત્રી ફાતિમા સના શેખ પણ જોવા મળી હતી. આમિર અને ફાતિમા બન્નેએ વ્હાઇટ રંગના કપડા પહેર્યા હતા, જે બાદ એક વખત ફરી સોશિયલ મીડિયા પર બન્નેના ખાસ સબંધની ચર્ચા થવા લાગી હતી.
આ પણ વાંચો: અક્ષય કુમારે હજુ સુધી કેમ નથી લીધી ભારતની નાગરિકતા?, કેનેડિયન પાસપોર્ટ ધરાવે છે
2020માં શરૂ થઇ હતી નુપુર અને ઇરાની લવ સ્ટોરી
નુપુર અને ઇરાની લવસ્ટોરી 2020માં શરૂ થઇ હતી. બન્નેની મુલાકાત ત્યારે થઇ જ્યારે લૉકડાઉમાં ઇરાએ પોતાની ફિટનેસ પર કામ કરવાનું વિચાર્યુ હતુ. આ મામલે નુપૂર પાસે ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યુ હતુ. આ દરમિયાન બન્નેની બૉન્ડિંગ મજબૂત બની હતી. બન્નેએ ગત વર્ષે સોશિયલ મીડિયા પર વેલેન્ટાઇન વીકમાં પોતાના સબંધની જાહેરાત કરી હતી. તે બાદ સપ્ટેમ્બર, 2022માં નુપુરે ઇરાને પ્રપોઝ કર્યુ હતુ.
કોણ છે નુપુર શિખરે?
નુપુર શિખરે ટેલેન્ટની ખાણ છે. તે માત્ર જાણીતી હસ્તીઓને ફિટનેસ ટ્રેનિંગ નથી આપતો પણ ડાન્સ કરાવવામાં પણ માહેર છે. નુપુર શિખરેએ વૉર ફિલ્મના ગાયન જય જય શિવ શંકર પર કમાલના ડાન્સ સ્ટેપ બતાવ્યા હતા, તેની માતા પણ એક ડાન્સ ટીચર છે.
નુપુરે અભિનેત્રી સુષ્મિતા સેનને પણ ફિટનેસ ટ્રેનિંગ આપી છે. તે રાજ્ય સ્તરનો ટેનિસ પ્લેયર પણ રહી ચુક્યો છે. નુપુરે કેટલીક ટેનિસ સ્પર્ધામાં ભાગ લીધો છે.
નુપુર પહેલા ઇરા મિશાલ કૃપલાની નામના મ્યૂઝિક કંપોઝરને ડેટ કરી રહી હતી. બન્નેએ સાથે કેટલીક રોમાંટિક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જોકે, ડિસેમ્બર 2019માં તેમનું બ્રેકઅપ થઇ ગયુ હતુ. બન્ને એક બીજાની સહમતિથી અલગ થયા હતા.
Advertisement