કેટલાક લોકો વાસ્તવમાં મચ્છર મેગ્નેટ (ચૂંબક) હોય છે અને પોતાની ત્વચાના ગંધના કારણે મચ્છરો માટે બીજાની સરખામણીમાં વધારે આકર્ષક હોય છે.
Advertisement
Advertisement
તે ઉપરાંત રિસર્ચમાં ખુલાસો થયો છે કે મચ્છરો દ્વાર સમૂહમાં કેટલાક લોકોને ટાર્ગેટ કરવાની અને બાકીનાઓને છોડી દેવાની સંભાવના વધારે રહે છે.
સ્ટડીના નિષ્કર્ષ મંગળવાર 18 ઓક્ટોબરે સેલ નામની જર્નલમાં પ્રકાશિત થયા હતા.
મુખ્ય નિષ્કર્ષ
કેમિકલ એનાલિસિસથી રિસર્ચમાં સામે આવ્યું છે કે જે લોકો પ્રત્યે મચ્છર વધારે આકર્ષિત થઇ રહ્યાં છે તેમની ત્વચામાં વધારે પ્રમાણમાં કાર્બોક્ઝિલિક એસિડનું ઉત્પાદન થઇ રહ્યું હતું.
આ એસિડ ત્વચાની પ્રાકૃતિક મોઇસ્ચરાઇઝિંગ પરતનો હિસ્સો હોય છે અને બધા લોકો આને અલગ-અલગ માત્રમાં પ્રોડ્યુસ કરે છે.
મ્યૂટેન્ટ મચ્છર પણ જેમાં કેટલાક કીમોસેંસરીને રિસેપ્ટર્સની અછત હોય છે, તે વધારે અને ઓછા આકર્ષક લોકોમાં અંતર કરવાની ક્ષમતા બનાવી રાખે છે.
ગ્રૂપ સેટિંગમાં મચ્છરોનું પ્રેફરન્સ વધારે માપદંડ રાખે છે. ગ્રૂપમાં મચ્છર મેગ્નેટને સૌથી વધારે કરડે છે, જેથી ઓછા આકર્ષક લોકો બચી જાય છે.
પ્રયોગમાં 64 લોકોને તેમના હાથ પર નાયલોનની સ્ટૉકિંગ્સ પહેરવાનું કહેવામાં આવ્યું હતું જેથી તેમની ત્વચાની ગંધ પણ સ્ટોકિંગમાં આવે.
સ્ટોકિંગ્સને એક લાંબી ટ્યુબના બીજા છેડે અલગ ટ્રેપ્સમાં મૂકવામાં આવ્યા હતા, ત્યારબાદ સેટ-અપમાં મચ્છરો છોડવામાં આવ્યા હતા.
એક જ લોકો પર ઘણા વર્ષોના પરીક્ષણ પછી જાણવા મળ્યું કે આ તફાવત લાંબા સમય સુધી સ્થિર રહે છે.
આ પ્રયોગમાં પીળો તાવ, ઝિકા અને ડેન્ગ્યુ જેવા રોગો ફેલાવતા એડીસ ઈજિપ્તી મચ્છરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ન્યૂયોર્કની રોકફેલર યુનિવર્સિટીના ન્યુરોબાયોલોજિસ્ટ, અભ્યાસ લેખક લેસ્લી વોશલે એપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે અન્ય પ્રકારના મચ્છરોમાંથી સમાન પરિણામોની અપેક્ષા રાખી શકાય છે, પરંતુ પુષ્ટિ કરવા માટે વધુ સંશોધનની જરૂર છે.
Advertisement