ટેક સેક્ટરની ભારતની ત્રીજી સૌથી મોટી સૉફ્ટવેર કંપની HCL ટેકનોલોજિસે વૈશ્વિક સ્તર પર છટણી કરી છે. 350 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. બહાર કરવામાં આવેલા કર્મચારી ગ્વાટેમાલા, ફિલિપાઇન્સ અને ભારત સહિત કેટલાક દેશના છે.
Advertisement
Advertisement
30 સપ્ટેમ્બરે અંતિમ દિવસ
HCL Technologiesમાંથી બહાર કરવામાં આવેલા કર્મચારીઓનો કંપનીમાં 30 સપ્ટેમ્બર અંતિમ દિવસ હશે. આ મોટી ભારતીય કંપની તરફથી ભરવામાં આવેલા પગલાએ આ સેક્ટરમાં મંદીની ચિંતાને વધારી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર, જે કર્મચારીઓને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે, તે કંપનીની ક્લાયન્ટ માઇક્રોસોફ્ટના ન્યૂઝ રિલેટેડ પ્રોડક્ટ પર કામ કરી રહ્યા હતા.
HCLએ કોઇ ટિપ્પણી કરી નથી
વૈશ્વિક ફુગાવા વચ્ચે વધી રહેલી ચિંતાઓ વચ્ચે HCLનું આ પગલું IT સેક્ટર માટે આગળ મુશ્કેલ પરિસ્થિતિનો સંકેત આપી રહ્યું છે. આ મામલામાં જોડાયેલા લોકોના જણાવ્યા અનુસાર તાજેતરમાં મળેલી ટાઉન હોલ મીટિંગમાં કર્મચારીઓને આ છટણી અંગે જાણ કરવામાં આવી હતી. જો કે, HCL દ્વારા હજુ સુધી આ મોટી છટણી અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.
IT સેક્ટર પર ફુગાવાનું દબાણ
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે HCL Technologies એકલી એવી ભારતીય આઇટી કંપની નથી, જે વિશ્વભરમાં મોટા પાયે આર્થિક દબાણને કારણે સંઘર્ષ કરી રહી છે. વૈશ્વિક ફુગાવાની વધતી ચિંતાઓએ અન્ય ભારતીય આઇટી દિગ્ગજ જેવી TCS, Wipro, ઇન્ફોસિસ માટે પણ મુશ્કેલી ઉભી કરી છે. ખર્ચ વધવાને કારણે આ કંપનીઓએ માર્જિનનો દબાણનો સામનો કરવો પડી રહ્યો છે.
જાણકારોએ કારણ જણાવ્યુ
પ્રોફિશિએંટ ઇક્વિટીઝના સંસ્થાપક અને ડિરેક્ટર મનોજ દાલમિયાએ જણાવ્યુ કે, 2,970 રૂપિયાનો ડાઉનસાઇડ ટાર્ગેટ સાથે HCLની સંરચના અન્ય ભારતીય આઇટી કંપનીની તુલનામાં વધુ સારી છે પરંતુ આ એક સાઇડવેજ અસ્થિર તબક્કામાંથી પસાર થઇ શકે છે. આ સિવાય Tips2Tradesના કો-ફાઉન્ડર અને ટ્રેનર પવિત્રા શેટ્ટીનું માનવુ છે કે આ ઘટના નબળા વૈશ્વિક આર્થિક સંકેતોને કારણે જોવા મળી રહ્યુ છે.
Advertisement