ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ-10નું પરિણામ આગામી જૂન મહિનાના પ્રથમ વીકમાં આવી શકે છે. આ વખતે 10 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ-10ની પરીક્ષા આપી હતી. જેમાંથી 9.10 લાખ વિદ્યાર્થીઓએ બેઝિક મેથ્સ રાખ્યું હતું. જ્યારે 80 હજાર વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ મેથ્સ સાથે પરીક્ષા આપી હતી.
આ વર્ષે ધોરણ-12ની જેમ ધોરણ-10 વિદ્યાર્થીઓ પણ બે વર્ષ પહેલા કોરોના પ્રભાવિત થયા હતા. જેના કારણે દસમાના પરિણામમાં પણ માસ પ્રમોશનની અસર જોઈ શકાય છે.
ધોરણ-12 સાયન્સનું પરિણામ વૉટસ્ એપ થકી આપવામાં આવ્યું હતું. જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને ઘણી અનુકૂળતા રહી હતી.
Advertisement
Advertisement
Advertisement