આજે પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે NEET PG પરીક્ષાનું પરિણામ 9 દિવસમાં જાહેર કરી દેવામાં આવ્યું છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ દ્વારા NEET PG પરીક્ષા 2023માં પાસ થનારા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે.
Advertisement
Advertisement
આ પરીક્ષાનું પરિણામ સત્તાવાર વેબસાઇટ nbe.edu.in પર જઈને જોઈ શકાશે. જે વિદ્યાર્થીઓ NEET PG 2023ની પરીક્ષામાં ક્વોલિફાય થયા છે, તેઓ MD,MS,PG ડિપ્લોમા અને પોસ્ટ MBBS DNB કોર્સમાં સીધો પ્રવેશ મેળવવા માટે પાત્ર બને છે. દેશભરમાં NEET PG પરીક્ષા 5 માર્ચ 2023ના રોજ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. આ વર્ષે લગભગ 2 લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓએ NEET-PGની પરીક્ષા માટે નોંધણી કરાવી હતી.
The result of NEET-PG 2023 has been announced today!
Congrats to all students declared qualified in results.
NBEMS has again done a great job by successfully conducting NEET-PG exams & declaring results in a record time. I appreciate their efforts!
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) March 14, 2023
NEET PG પરિણામ જાહેર થવાની માહિતી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને આપી છે. તેમણે પાસ થનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. એમ પણ લખ્યું છે કે, NBEMS એ ફરીથી સફળતાપૂર્વક NEET-PG પરીક્ષા યોજીને અને રેકોર્ડ સમયમાં પરિણામ જાહેર કરીને એક ઉમદા કામ કર્યું છે. હું તેના પ્રયત્નોની પ્રશંસા કરું છું.
Advertisement