જાન્યુઆરી મહિનામાં જીએસટી કલેક્શન રૂ. 1.55 લાખ કરોડથી વધુ હતું અને આ સાથે તે સરકારનો સૌથી વધુ જીએસટી કલેક્શનનો મહિનો બની ગયો છે.
Advertisement
Advertisement
જાન્યુઆરી 2023એ ઓક્ટોબર 2022માં યોજાયેલ GST કલેક્શનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે, જે ટેક્સ કલેક્શનની દ્રષ્ટિએ સરકાર માટે અત્યાર સુધીનો શ્રેષ્ઠ મહિનો હતો.
કેન્દ્રીય નાણા મંત્રાલયે મંગળવારે જાન્યુઆરી મહિના માટે GST ડેટા જાહેર કર્યો, આ મહિનામાં 1.55 લાખ કરોડ રૂપિયાથી વધુની GST આવક પ્રાપ્ત થઈ છે. જાન્યુઆરીમાં સરકારનું GST કલેક્શન રૂ. 1,55,922 કરોડ છે.
જ્યારે ગયા વર્ષે ડિસેમ્બર 2022માં 1,49,507 કરોડ રૂપિયાનું GST કલેક્શન થયું હતું.
✅Rs 1,55,922 crore gross GST revenue collected in January 2023
✅Second highest GST collection ever, next only to Rs 1.68 lakh crore gross collection in April 2022
✅GST collection crosses Rs 1.50 lakh crore mark for third time in FY 2022-23
Read more: https://t.co/crUKjnGWaS pic.twitter.com/XNDSKMzhC1
— NSitharamanOffice (@nsitharamanoffc) January 31, 2023
નાણા મંત્રાલયના ડેટા અનુસાર, આ મહિને સરકારને CGST તરીકે રૂ. 28,963 કરોડ અને SGSTમાંથી રૂ. 36,730 કરોડ અને IGST તરીકે રૂ. 79,599 કરોડ મળ્યા છે. IGSTમાં માલની આયાત પર ટેક્સ તરીકે રૂ. 37,118 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે.
ટ્વીટ કરીને માહિતી આપતા નાણામંત્રીના કાર્યાલયે કહ્યું કે, “જાન્યુઆરી 2023 સૌથી વધુ કલેક્શનનો મહિનો માનવામાં આવે છે.”
અગાઉ ઓક્ટોબર 2022માં સૌથી વધુ GST કલેક્શન થયું હતું જે 1.51 લાખ કરોડથી વધુ હતું. જાન્યુઆરી 2023ના મહિનામાં 1,55,922 કરોડ રૂપિયાનું GST કલેક્શન થયું છે.
Advertisement