આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટ છે, જેમાં તમામ જાણકારી તમારૂ નામ, મોબાઇલ નંબર અને એડ્રેસ સહિત અન્ય વસ્તુ સાચી હોવી જરૂરી છે. કેટલીક વખત જોવામાં આવે છે લોકો શહેર અથવા એડ્રેસ બદલવા પર આધારમાં તેને અપડેટ નથી કરાવી શકતા, તેને આ ઝંઝટનું કામ લાગે છે, જ્યારે એવુ નથી. તમારે આધાર કાર્ડમાં ઘરનું એડ્રેસ બદલાવવા માટે ક્યાય જવાની જરૂર નહી પડે. તમે ઘરે બેઠા ઓનલાઇન જ તેને અપડેટ કરાવી શકો છો, જેની માટે તમારે 50 રૂપિયા ફી આપવી પડશે. અમે તેની પુરી પ્રોસેસ જણાવી રહ્યા છીએ.
Advertisement
Advertisement
આ રીતે કરો એડ્રેસ અપડેટ
-
સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ સાઇટ myaadhaar.uidai.gov.in પર જાવો.
-
અહી લૉગિન કરવા માટે તમારે તમારા 12 અંકનો આધાર નંબર નાખવો પડશે, તે પછી કેપ્ચા કોડ નાખીને સેન્ડ OTP પર ક્લિક કરો.
-
તે પછી તમારે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે, તેને નાખીને લૉગિન કરો.
-
હવે આધાર અપડેટ ઓપ્શન પર જાવો, તે પછી પ્રોસીડ ટૂ આધાર અપડેટના ઓપ્શન પર ક્લિક કરો.
-
તે બાદ આગામી પેજ પર એડ્રેસ પર સિલેક્ટ કરીને પ્રોસીડ ટૂ આધાર અપડેટના ઓપ્શન પર ક્લિક કરો.
-
આમ કરવા પર તમારી સામે વર્તમાન એડ્રેસ આવી જશે.
-
તે પછી તમે જે એડ્રેસ અપડેટ કરવા માંગો છો તેનું ઓપ્શન આવશે.
-
અહી તમારે પોતાના નવા એડ્રેસની જાણકારી ભરવી પડશે.
-
તે બાદ એક ડૉક્યૂમેન્ટ સબમિટ કરવો પડશે, જેની પર તમારૂ નવુ એડ્રેસ હોય.
-
તે બાદ તમારે નીચે આપવામાં આવેલા બન્ને ચેક બોક્સ પર ક્લિક કરીને નેકસ્ટ પર ક્લિક કરવુ પડશે.
-
હવે તમારી સામે પેમેન્ટનું ઓપ્શન આવી જશે, અહી તમારે UPI નેટ બેન્કિંગ અથવા કાર્ડથી પણ પેમેન્ટ કરી શકો છો.
-
પેમેન્ટ પૂર્ણ થતા જ તમને એક રસીદ મળશે, તે બાદ 2 દિવસમાં તમારૂ આધાર અપડેટ થઇ જશે.
દેશમાં 134 કરોડ લોકો પાસે આધાર
આ વર્ષે જુલાઇ મહિનાના અંત સુધી 134 કરોડથી વધુ આધાર કાર્ડ બનાવવામાં આવી ચુક્યા છે. મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, લગભગ 26 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં 90% લોકોના આધાર કાર્ડ બનાવવામાં આવી ચુક્યા છે.
Advertisement