સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતની પૂર્વ દિગ્ગજ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાને વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)ની ટીમની મેંટોર બનાવવામાં આવી છે.
Advertisement
Advertisement
સાનિયા મિર્ઝાએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયન ઓપનના રૂપમાં પોતાની અંતિમ ટેનિસ ટૂર્નામેન્ટ રમી હતી. રોહન બોપન્ના સાથે તેની જોડી ફાઇનલ મુકાબલામાં બ્રાઝીલની લુઇસા સ્ટેફની અને રાફેલ માટોસ સામે હારી ગઇ હતી. બીજી તરફ RCBએ હરાજીમાં છ વિદેશી સહિત 18 ખેલાડીઓ સાથે પોતાની ટીમ સિલેક્ટ કરી હતી.
સાનિયા મિર્ઝાએ શું કહ્યું?
સાનિયા મિર્ઝાએ RCBને આપેલા ઇન્ટરવ્યૂંમાં કહ્યું, “સંન્યાસ પછી હું ઇચ્છતી હતી કે મહિલાઓને પ્રેરિત કરૂ કે તે રમતમાં પોતાની કરિયર બનાવે, માટે હું RCBની ટીમનો ભાગ બની છું. બન્ને રમતમાં એક જ રીતનું પ્રેશર હોય છે, તેને કેવી રીતે હેન્ડલ કરવુ છે, આ મને સારી રીતે ખબર છે. હું પોતાના ખેલાડીઓ પર તેની પર ફોકસ કરવા પર જોડી દઇશ. જો તમે આ કરી લો છો તો કોઇ રમત તમારી માટે આસાન હશે.”
6 ગ્રેન્ડ સ્લેમની વિજેતા સાનિયા મિર્ઝા RCB પ્લે બોલ્ડ દર્શનમાં એકદમ ફિટ છે. પછી તે ક્રિકેટ હોય કે ટેનિસ એથલીટોની એક જ શ્રેણી હોય છે. તમામ ખેલાડી પોતાની રમત સાથે પ્રેમ કરે છે અને પોતાની રમતમાં દબાણની સ્થિતિનો સામનો કરે છે. સાનિયા મિર્ઝાએ પોતાના 6 ગ્રાન્ડ સ્લેમ અને 43 WTA ખિતાબના શાનદાર કરિયરમાં 20 વર્ષ સુધી શાનદાર પ્રદર્શન કર્યુ છે.
મેન્ટરના રૂપમાં સાનિયા મિર્ઝાની નિયુક્તિ પર રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના અધ્યક્ષ રાજેશ વી મેનને કહ્યુ, “અમે આરસીબી મહિલા ટીમના મેન્ટરના રૂપમાં સાનિયા મિર્ઝાનું સ્વાગત કરતા ખુશ અને સમ્માનિત અનુભવી રહ્યા છીએ. તે પોતાની રમત કરિયરમાં કેટલાક પડકાર છતા પોતાની મહેનત, જુસ્સા અને દ્રઢ સંકલ્પથી ઉપજેલી સફળતા સાથે એક આદર્શ રોલ મોડલ છે.”
મહિલા RCBની પુરી ટીમ
સ્મૃતિ મંધાના (3.4 કરોડ), સોફી ડિવાઇન (50 લાખ), એલિસ પેરી (1.7 કરોડ), રેણુકા સિંહ ઠાકુર (1.5 કરોડ), રિચા ઘોષ (1.9 કરોડ), એરિન બર્ન્સ (30 લાખ), દિશા કાસત (10 લાખ), ઇંદ્રાણી રોય (10 લાખ), શ્રેયંકા પાટિલ (10 લાખ), કનિકા આહૂજા (35 લાખ), આશા શોભના (10 લાખ), હીથર નાઇટ (40 લાખ), ડેન વૈન નીકેર્ક (30 લાખ), પ્રીતિ બોસ (30 લાખ), પૂનમ ખેમનાર (10 લાખ), કોમલ જંજાદ (25 લાખ), મેગન શુટ્ટ (40 લાખ), સહાના પવાર (10 લાખ)
Advertisement