બોલીવૂડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝની રેગ્યુલર જામીન પર કાલે નિર્ણય આવી શકે છે. પટિયાલા કોર્ટે ઓર્ડર કાલ માટે સુરક્ષિત રાખી લીધો છે. આજની સુનાવણીમાં જેકલીન ફર્નાન્ડીઝ અને પિંકી ઈરાની કોર્ટમાં હાજર થઇ હતી. અદાલતે પિંકીના વકીલને પૂછ્યું કે, તમને બધા દસ્તાવેજોની કોપી મળી ગઈ છે?
Advertisement
Advertisement
પટિયાલા હાઉસ કોર્ટે કહ્યું કે, ટૂંક જ સમયમાં આ કેસમાં ટ્રાયલ શરૂ કરશે. ઈડીએ કહ્યું કે, અમે આરોપી લીના (સુકેશની પત્ની)ને કેસના બધા જ દસ્તાવેજ સોંપી દીધા છે. કોર્ટે ઈડીની વકીલને કહ્યું કે, બધા જ આરોપીઓને કેસ સાથે જોડાયેલા બધા દસ્તાવેજ આપી દો. તે પર ઈડીએ કહ્યું કે ઈમેલ દ્વારા બધા દસ્તાવેજ મોકલી દેવામાં આવ્યા છે. તે ઉપરાંત કોર્ટે તે પણ કહ્યું કે, સપ્લીમેન્ટ્રી ચાર્જશીટની કોપી પણ મોકલી દેવામાં આવે.
કોર્ટે કહ્યું કે કેસ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો આપ્યા પછી કેસમાં આરોપ નક્કી કરવા પર સુનાવણી કરવામાં આવશે. પટિયાલા હાઉસ કોર્ટમાં કેસ સાથે જોડાયેલા બધા જ આરોપીઓ વિરૂદ્ધ આરોપ નક્કી કરવા માટે 24 અને 25 નવેમ્બરે દલીલો કરવામાં આવશે. જૈકલીનની રેગ્યુલર જામીન પર સુનાવણી દરમિયાન જેકલીનના વકીલે તેના તરફથી કહ્યું કે, હું કેસની તપાસમાં સહયોગ કરી રહી છું પરંતુ ઈડીએ આરોપ લગાવ્યા કે હું દેશ છોડીને ભાગી રહી છું. મને LOC રજૂ કરીને રોકવામાં આવી. આ બધા આરોપ નિરાધાર છે.
વકીલે જેકલીન તરફથી કોર્ટમાં કહ્યું કે, મેં કંઇ જ કર્યું નથી. તપાસમાં સહયોગ કરી રહી છું. મેં પોતે આ કેસમાં સરેન્ડર કરેલું છે. કોર્ટે મને વચગાળાના જામીન આપ્યા છે પરંતુ ઈડી મને હેરાન કરી રહી છે. કોર્ટે કહ્યું કે, તપાસ એજન્સીની તપાસ કરવાની આ પ્રક્રિયા હોય છે. જો તપાસ એજન્સીઓને કેસ અંગે કંઇ મળે છે તો તેઓ આરોપીઓ સાથે પૂછપરછ કરી શકે છે. જેકલીનના વકીલે સુપ્રીમ કોર્ટના એક નિર્ણયનો હવાલો આપીને કહ્યું કે, જો કોઈ આરોપી તપાસમાં સહયોગ કરે છે તો તેના માટે સંવેદનાઓ તો રાખવી જોઈએ.
જેકલીનના વકીલે તેમના તરફથી કહ્યું કે, હું તપાસથી ભાગી રહી નથી તો ઈડી દેશ છોડીને ભાગવાનો આરોપ કેવી રીતે લગાવી શકે? જેકલીનના વકિલે કહ્યું કે, મારે આ બાબતે રેગ્યુલર જામીન જોઈએ છે. તે દરમિયાન ઈડીએ જેક્લીનના જામીનના વિરોધ કર્યો. ઈડીએ કહ્યું કે, તપાસમાં સહયોગ કરવાનો તે અર્થ નથી કે આરોપી દેશ છોડીને જઇ શકે છે અથવા ફરીથી પુરાવાઓ સાથે છેડછાડ કરી શકે છે. આ કેસને તપાસ એજન્સીઓએ ખુબ જ ગંભીરતાથી લીધો છે અને ગંભીર તપાસ કરી છે. જેક્લીને દરેક પ્રશ્નનો ગોળ-ગોળ જવાબ આપ્યા છે.
કોર્ટે ઈડીને પ્રશ્ન પૂછ્યો છે કે, જો તમારા પાસે જેક્લીન વિરૂદ્ધ પર્યાપ્ત પુરાવાઓ હતા તો પછી તેની ધરપકડ કેમ કરી નહીં? કોર્ટે ઈડીને પૂછ્યું કે તમે LOC જારી કરી તો પછી જેક્લીનની ધરપકડ કેમ કરી નહી? જ્યારે આ કેસમાં અન્ય તમામ આરોપીઓ જેલમાં છે. કોર્ટે ઈડીને કહ્યું કે, તમે પિક એન્ડ ચૂજની પોલીસી કેમ અપનાવી રહ્યાં છો? કોર્ટે પૂછ્યું કે, આ કેસમાં તપાસનો દાયરો કેટલો મોટો છે? 100 કરોડ રૂપિયા ક્યાં ગયા? તપાસ ક્યાં સુધી પહોંચી છે?
EDના વકીલે કહ્યું કે જ્યારે પુરાવાઓથી જેક્લીનનો સામનો કરાવવામાં આવ્યો, ત્યારે તેમને ફેક્ટ જણાવ્યું. ઈડીની વકીલે આરોપ લગાવતા કહ્યું કે, અમે અમારા જીવનમાં ક્યારેય 50 લાખ રૂપિયા એકસાથે દેખ્યા નથી, જ્યારે જૈક્લીને 7.14 કરોડ રૂપિયા માત્ર પોતાની મોજ-મસ્તીમાં ઉડાવી દીધા.
ઈડીએ કહ્યું કે, જેકલીને દેશ છોડીને ભાગવાની સાથે અનેક હાથકંડાઓ અપનાવ્યા કેમ કે તેમના પાસે પૈસાની કોઈ જ કમી નહતી. હાલમાં આ કેસમાં તપાસ ચાલી રહી છે અને જમાનતનો વિરોધ કર્યો. જેક્લીનના વકીલે કહ્યું કે સેલિબ્રિટીને લોકો કેટલી ગિફ્ટ આપે છે. કોર્ટે કહ્યું કે આનો અર્થ તે નથી કે તમે કોઈ આરોપી પાસેથી પૈસા લો. કોર્ટે જેક્લીનના વકીલને કહ્યું કે, તમે જે રીતે આ કેસ રજૂ કરી રહ્યાં છો, આ કેસ તેવી રીતનો સરળ નથી.
જેકલીનના વકીલે કહ્યું કે, મને કેવી રીતે ખબર પડશે કે મને જે ગિફ્ટ મળી રહી છે, તે અપરાધ દ્વારા કમાણી કરવામાં આવેલી છે? મને કહે છે કે દેશ છોડીને ભાગી જઇશ. હું તપાસમાં સતત સહયોગ કરી રહી છું. મને પાંચ વખત નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવી છે. મને આ કેસના સમયે ઉપયોગમાં લેવામાં આવેલા ફોન અંગે પૂછવામાં આવ્યું તો મેં તે ફોન પણ આપી દીધો. જૈક્લીનના વકીલે તેમના તરફથી કહ્યું કે, મને તેનો જરા પણ ખ્યાલ નહતો કે હું જેના સાથે ફોન પર વાત કરી રહી છું, તે વ્યક્તિ (સુકેશ) મને સતત ઉલ્લૂ બનાવી રહ્યો છે.
Advertisement