“And so the adventure begins” અને “mama” આ બન્ને તસવીરો ઈલિયાના ડીક્રુઝે પોસ્ટ કરતા જ બોલિવૂડ જગતમાં ગોસિપ શરુ થઈ ગઈ છે કે તેના પેટમાં કોનું બાળક છે.
બોલિવૂજ અભિનેત્રી ઈલિયાના ડીક્રુઝે જાહેરાત કરી છે કે તે તેના પહેલા બાળકને વેલકમ કરશે. અભિનેત્રીની આ જાહેરાત સાથે બે તસવીરો પણ શેર કરાઈ છે.
ઈલિયાનાની માતા સમીરા ડીક્રુઝે પણ કમેન્ટ કરી, દુનિયામાં ટૂંક સમયમાં તમારું સ્વાગત છે, માય ન્યૂ ગ્રાન્ડ બેબી, અમે હવે રાહ નથી જોઈ શકતા.
ઈલિયાનાના ઘણા ચાહકો અભિનેત્રીને શુભેચ્છા આપી રહ્યા છે.
હવે ચાહકોનો પ્રશ્ન છે કે ઈલિયાના કોના બાળકને જન્મ આપી રહી છે. તો તમને જણાવી દઈએ કે ઈલિયાના કેટરિનાના ભાઈ સેબેસ્તિયન લોરેન્ટ મિશેલને ડેટ કરી રહી હોવાની અફવા હતી. બન્ને ખરેખરમાં રિલેશનશિપમાં છે કે કેમ તે અંગે બન્નેએ ક્યારેય ટિપ્પણી કરી નથી. આ બન્ને વિક્કી અને કેટરિનાના ગ્રૂપ આઉટિંગ્સની તસવીરોમાં પણ જોવા મળ્યા હતા. જોકે એ સ્પષ્ટતા હજુ સુધી નથી થઈ શકી કે ઈલિયાના સેબેસ્તિયનના જ બાળકને જન્મ આપશે.
સામાન્ય રીતે ઈલિયાના પબ્લિક લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. તે હાસમાં ઈન્સ્ટાગ્રામ પર તેના નવા મ્યુઝિક વિડિયો સબ ગઝબનું પ્રમોશન કરી રહી છે.
Advertisement