ગુજરાત એક્સક્લૂઝિવ: લાંબી રાહ જોયા બાદ આજે દેશમાં 5G નેટવર્ક લોન્ચ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના અલગ-અલગ શહેરોમાં 5G નેટવર્ક લોન્ચ કર્યું. નવી દિલ્હીમાં ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના છઠ્ઠા સંસ્કરણના ઉદ્ધાટનના સાથે જ આ સર્વિસ લોન્ચ કરવામાં આવી. હાલમાં જ 5G સ્પેક્ટ્રમની નીલામી આયોજિત કરવામાં આવી હતી અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને ₹1,50,173 કરોડના ગ્રોસ રેવેન્યૂ સાથે 51,236 MHz (મેગાહટ્ઝ)ની ફાળવણી કરવામાં આવી હતી.
Advertisement
Advertisement
શું છે 5G નેટવર્ક? ક્યા ઓપરેટર્સ આ સર્વિસને દેશમાં લોન્ચ કરશે? આના આવ્યા પછી શું બદલાશે? શું છે આના ફાયદા?
શું છે 5 નેટવર્ક?
5G મોબાઈલ નેટવર્કનું પાચમું જનરેશન છે. 5Gને તેવી રીતે વિચારો કે 4G નેટવર્કની સ્પીડનો 100 ગણો, 4Gની જેમ જ 5G પણ તે મોબાઈલ નેટવર્કિંગ નિયમો પર આધારિત છે.
પાંચમી પેઢીના વાયરલેસ ટેકનોલોજી અલ્ટ્રા લો લેટેન્સી (તમારા ફોન અને ટાવર વચ્ચે સિગ્નલની સ્પીડ) અને મલ્ટી-જીબીપીએસ ડેટા સ્પીડ પહોંચાડવામાં સક્ષમ છે. આ એક સોફ્ટવેર આધારિત નેટવર્ક છે, જેને વાયરલેસ નેટવર્કની સ્પીડ અને કાર્યક્ષમતાને વધારવા માટે ડેવલપ કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજી ડેટાના જથ્થાને પણ વધારે છે, જે વાયરલેસ નેટવર્કને ટ્રાસમિટ કરવામાં આવે છે.
આ પણ વાંચો : હૈદરાબાદ ગેંગ રેપ કેસ: જુવેનાઈલ જસ્ટિસ બોર્ડનો મોટો નિર્ણય, ચાર સગીર આરોપીઓ પુખ્ત જાહેર
ક્યા શહેરોમાં લોન્ચ થઈ રહી છે 5G સર્વિસ
સરકારે તે શહેરો અંગે જાણકારી આપી નથી, જ્યાં પીએમ શરૂઆતી 5G સર્વિસ શરૂ કરશે, પરંતુ ટેલિકોમ ઓપરેટરોએ ખુલાસો કર્યો છે કે તેઓ પોતાના નેટવર્ક પર 5G સર્વિસને કેવી રીતે રોલ આઉટ કરશે. આ વર્ષની 5G સ્પેક્ટ્રમ હરાજીમાં 88000 કરોડ રૂપિયાથી વધારેની બોલી લગાવીને સૌથી વધારે ખર્ચ કરનારી કંપની રિલાયન્સ જિયોએ ઓગસ્ટમાં કહ્યું હતુ કે તે દિલ્હી, મુંબઈ, ચેન્નાઇ અને કોલકત્તા જેવા મેટ્રો શહેરોમાં દિવાળી સુધી પોતાની 5G નેટવર્ક પર હાઈ-સ્પીડ મોબાઈળ ઈન્ટરનેટ સેવાઓ શરૂ કરશે.
કેટલાક દિવસો પહેલા રાજસ્થાનના નાથદ્વારા મંદિરમાં દર્શન કરવા ગયેલા રિલાયન્સ પ્રમુખ મુકેશ અંબાણીએ કહ્યું હતુ કે, 5Gની સર્વિસ અહીંથી જ શરૂ કરશે. હરાજીના બીજા દિવસે સૌથી વધારે ખર્ચ કરનારી ભારતીય એરટેલે કહ્યું હતુ કે 2023ના અંત સુધી દેશના બધા જ શહેરી વિસ્તારોમાં 5G તેના નેટવર્ક પર ઉપલબ્ધ હશે. કંપનીએ તે પણ કહ્યું કે માર્ચ 2024 સુધી, ગ્રામીણ વિસ્તારો અને કસ્બાઓમાં પણ 5G ઉપલબ્ધ થઇ જશે.
5G ના ફાયદા શું છે?
5G નેટવર્ક તમને 4G નેટવર્ક કરતા ડબલ સ્પીડ આપશે. વિડિયો અને મૂવીઝ હવે થોડી સેકન્ડમાં ડાઉનલોડ કરી શકાશે. જ્યાં તમે 4Gમાં મહત્તમ 100mbpsની સ્પીડ મેળવતા હતા, જ્યારે 5Gમાં સ્પીડ 10Gbpsની સ્પીડ મળી શકે છે.
આ 5G ટેક્નોલોજી ફેક્ટરી રોબોટિક્સ, સેલ્ફ-ડ્રાઈવિંગ કાર ટેક્નોલોજી, મશીન લર્નિંગ નેટવર્ક્સ, ક્લીન એનર્જી ટેક્નોલોજી અને અદ્યતન મેડિકલ સાધનો અને સ્માર્ટ સિટી સંબંધિત ટેક્નોલોજીમાં ક્રાંતિ લાવી શકે છે.
5G ના દરો શું હશે?
ટેલિકોમ ઓપરેટરોએ હજુ સુધી 5Gના દરો જાહેર કર્યા નથી, પરંતુ IT મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે 5Gના દરો 4Gના પ્રીપેડ પ્લાન મુજબ હશે. એકવાર 5G સંપૂર્ણ રીતે શરૂ થઈ જાય, પછી વપરાશકર્તાઓ 4G જેવા ટેરિફ દરો પસંદ કરી શકે છે.
Advertisement