Apple દ્વારા ભારતમાં ટૂંક સમયમાં Apple ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. એપલ કંપનીએ તેની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ નવી પેમેન્ટ સિસ્ટમ હશે. Appleના CEO ટિમ કુકે આ મામલે ભારતીય રિઝર્વ બેંક (RBI) અને બેંકો સાથે વાતચીત કરી છે. આ ઉપરાંત, Apple દ્વારા ભારતમાં Apple Pay લોન્ચ કરવામાં આવે તેવી પણ શક્યતા છે. Appleએ આ અંગે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)સાથે પણ વાતચીત કરી છે.
Advertisement
Advertisement
આરબીઆઈએ એપલને સ્પષ્ટ કર્યું છે કે એપલએ તમામ ભારતીય નિયમો અને પ્રક્રિયાઓને પૂર્ણ કરવી પડશે. ઉપરાંત, આરબીઆઈએ એપલ ક્રેડિટ કાર્ડને કોઈ ખાસ સુવિધા નહીં આપવાની જાહેરાત કરી છે. જો કે, Apple ક્રેડિટ કાર્ડને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)સાથે લિંક કરી શકાશે તે સારું રહેશે.
કઈ સુવિધાઓ ઉપલબ્ધ થશે
એવું માનવામાં આવે છે કે એપલ કાર્ડથી iPhone, iMac, Apple Pad અને Apple Watch જેવી એપલ પ્રોડક્ટ્સ સસ્તામાં ખરીદી શકાશે. Apple કાર્ડમાં ઘણા પ્રકારના રિવોર્ડ પણ મળશે તેવી શક્યતા છે. આ સિવાય એપલ વોલેટમાં પૈસા ઉમેરવાની પણ સુવિધા હશે. Apple ક્રેડિટ કાર્ડ પર વાર્ષિક 4.15 ટકા વ્યાજ વસૂલવામાં આવી શકે છે. તેમજ આ કાર્ડની વાર્ષિક ફી પણ માફ કરવામાં આવે તેવી શક્યતા છે. અહીં સવાલ એ ઊભો થાય છે કે શું એપલ અમેરિકાની જેમ ભારતમાં પણ એપલ કાર્ડમાંથી વ્યાજ વગર પ્રોડક્ટ્સ ખરીદવાની છૂટ આપશે ? તે ઉપરાંત, એપલ પ્રોડક્ટની ખરીદી પર 3 થી 5 ટકા કેશબેક ઉપલબ્ધ છે અને 2 થી 3 ટકા વધારાના કેશબેકની સુવિધા ઉપલબ્ધ છે.
દિલ્હી- મુંબઈમાં એપલના સ્ટોર
ઉલ્લેખનીય છે મુંબઈમાં 18 એપ્રિલ 2023ના દિવસે દેશમાં એપલનો પહેલો સ્ટોર શરુ થયો હતો. તેનું ઉદ્ધાટન કરવા માટે ટીમ કૂક ભારત આવ્યા હતા. ત્યારબાદ એપલનો બીજો સ્ટોર 20 એપ્રિલે દિલ્હીમાં શરુ થયો હતો. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “એપલ ભારતમાં 25 વર્ષની ઉજવણી કરી રહ્યું છે અને કંપની દેશમાં પોતાનો પ્રથમ એપલ સ્ટોર શરૂ થવાની સાથે મોટા વિસ્તરણ તરફ આગળ વધી રહી છે.”
Advertisement