હાલ WhatsApp વિશ્વનું સૌથી મોટું ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન છે. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે તે કરોડો રૂપિયામાં ખરીદ્યું હતું અને તે હજુ પણ ફ્રી પ્લેટફોર્મ છે. પરંતુ, હવે ઝકરબર્ગ તેને ફી આધારિત એપ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. એવા સમાચાર છે કે વોટ્સએપને હવે પેઈડ એપ્લિકેશન બનાવવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં જ તમને વોટ્સએપ ચેટની વચ્ચે જાહેરાતો જોવા મળી શકે છે.
Advertisement
Advertisement
આ મામલાથી પરિચિત ત્રણ લોકોને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું છે કે મેટાની ટીમો વોટ્સએપ ચેટ વખતે સ્ક્રીન પર સંપર્કો સાથે વાતચીતની યાદીમાં જાહેરાતો દર્શાવવી કે નહીં તે અંગે ચર્ચા કરી રહી છે. પરંતુ હજુ સુધી કોઈ આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી.
એડ ફ્રી વર્ઝન માટે સબસ્ક્રિપ્શન ચાર્જ વસૂલવો કે નહીં તે અંગે પણ મેટાની ટીમ વિચારણા કરી રહી છે. એવું થાય કે તમારે એડ ફ્રી વોટ્સએપનો ઉપયોગ કરવા માટે નાણાં ખર્ચવા પડશે. રોઇટર્સના આ અહેવાલ પર મેટાએ તાત્કાલિક તો કોઈ જવાબ આપ્યો નથી. આ અગાઉ જૂનની શરૂઆતમાં, મેટાએ કહ્યું હતું કે કંપની વોટ્સએપ અને Messenger એપ્સમાં ChatGPT જેવા ચેટબોટ્સનો સમાવેશ કરવા જઈ રહી છે.
તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં જ બિઝનેસ એપને લઈને સમાચાર આવ્યા હતા કે મેટા વોટ્સએપને પ્રોફિટેબલ પ્રોડક્ટ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વોટ્સએપ ભારત અને બ્રાઝિલમાં તેની સર્વિસને ચાર્જ આધારિત બનાવવાની યોજના બનાવી રહ્યું છે. ફી આધારિત ચેટિંગ સેવા માત્ર WhatsApp બિઝનેસ એકાઉન્ટ માટે જ હશે એટલે કે તમારે માત્ર WhatsApp Business એપ દ્વારા ચેટિંગ કરવા માટે નાણાંની ચૂકવણી કરવી પડશે.
Advertisement