હૈદરાબાદ : હૈદરાબાદમાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે જાતીય શોષણના કેસમાં પાંચ સગીર આરોપીઓમાંથી ચારને પુખ્ત જાહેર કર્યા છે. હાલમાં એક સગીરને CCL (ચાઈલ્ડ કોન્ફ્લિક્ટ વિથ લો)ની પ્રક્રિયામાં મૂકવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
આ સગીર અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના ધારાસભ્યનો પુત્ર છે.
આ નિર્ણય અનેક સુનાવણીઓ, વિશેષજ્ઞોની સલાહ અને ડોક્ટરો દ્વારા કરવામાં આવેલા ટેસ્ટ પછી લેવામાં આવ્યો છે.
આ ઘટના મે 2022ની છે. બધા જ આરોપીઓએ પીડિતાને એક પબમાં પાર્ટી પછી ઘરે છોડવા માટે મનાવી હતી.
કેસના છ આરોપીઓમાંથી પાંચે ચાલતી કારમાં પીડિતા સાથે રેપ કર્યો હતો.
પોલીસે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે. અપરાધમાં સામેલ છ અભિયુક્તોમાંથી એકને પહેલા જ વયસ્ક જાહેર કરી દેવામાં આવ્યો હતો.
Advertisement