ખૂબ લોકપ્રિય બનેલું ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ યુઝર્સના અનુભવને વધુ સારો બનાવવા માટે એક નવું કોલ ફીચર લાવી રહ્યું છે. ગયા વર્ષે વોટ્સએપે ‘ગ્રુપ કોલિંગ’ નામનું નવું ફીચર લોન્ચ કર્યું હતું. આ ફીચર દ્વારા એક સમયે એક વીડિયો કોલ પર વધુમાં વધુ 32 લોકોને એડ કરી શકાય છે. આ ફીચરના રોલઆઉટ પહેલા યુઝર્સ એક સમયે માત્ર 7 કોન્ટેક્ટ્સને સામેલ કરી શકાતા હતા. જોકે હવે આ નવા ફીચર અપડેટથી તમે એક સાથે 15 લોકોને કૉલમાં એડ કરીને વોટ્સએપ પર વીડિયો કોલ શરૂ કરી શકશો.
Advertisement
Advertisement
બીટા વપરાશકર્તાઓ માટે સુવિધા ઉપલબ્ધ
જો કે આ કોલિંગ ફીચર હજુ તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ નથી, પરંતુ કંપની તેના પર કામ કરી રહી છે અને ટૂંક સમયમાં તે બધા માટે ઉપલબ્ધ થશે. વોટ્સએપ હાલ iOS ના બીટા યુઝર્સ માટે આ નવું ગ્રુપ કોલ ફીચર રજૂ કરી રહ્યું છે, પરંતુ કંપની ટૂંક સમયમાં આ ફીચર તેના તમામ યુઝર્સ માટે શરૂ કરશે. આ નવી સુવિધા વોટ્સએપ એન્ડ્રોઇડ બીટા 2.23.15.14 ગૂગલ પ્લે સ્ટોર અપડેટ સાથે ઉપલબ્ધ કરવામાં આવી છે.આ સુવિધાનો મુખ્ય ઉદ્દેશ્ય વપરાશકર્તાઓ માટે ગ્રૂપ કૉલ સેટઅપ દરમિયાન વધુ સભ્યોને સિલેક્ટ કરવાનું અગાઉ કરતાં વધુ અનુકૂળ બનાવવાનો છે. કંપની આ ગ્રુપ કોલ ફીચર iOS અને એન્ડ્રોઇડના બીટા યુઝર્સ માટે રોલઆઉટ કરી રહી છે.
આ અગાઉ પણ વોટ્સએપે તેના યુઝર્સને નવી ફીચર તરીકે લોકોને ટેક્સ્ટ ફોન્ટ બદલવાની સુવિધા, ટેક્સ્ટ ગોઠવણી, ટેક્સ્ટ બેકગ્રાઉન્ડ કલર ચેન્જ અને નવા ટેક્સ્ટ ફોન્ટ પસંદ કરવાના વિકલ્પની સુવિધા આપી હતી. વેબસાઈટ wabetainfo અનુસાર, આ સુવિધાઓ પણ Android અને iOS પર કેટલાક બીટા ટેસ્ટર્સ માટે રિલીઝ કરવામાં આવી છે.
Advertisement