આપ ઈચ્છતા હો કે તમારા ફોન પર વોટ્સએપ એપ્લિકેશન બંધ ન થાય તો તમારો મોબાઈલ ફોન કઈ ઓપરેટિંગ સિસ્ટમમાં કામ કરી રહ્યો છે તે અત્યારે જ ચેક કરી લો. એનું કારણ એ છે કે હવે જુના OS પર વોટ્સએપ સપોર્ટ કરશે નહીં .
Advertisement
Advertisement
વોટ્સએપ જુના એન્ડ્રોઇડ વર્ઝન પર કામ નહીં કરે
વોટ્સએપ પોતાના યુઝર્સના અનુભવને સતત સારો બનાવવા માટે એક પછી એક નવી અપડેટ આપતું રહ્યુ છે. આ ઉપરાંત, એપને સતત લેટેસ્ટ અપગ્રેડ પણ કરતું રહે છે. પરંતુ, હાલમાં મળેલી માહિતી પ્રમાણે વોટ્સએપ ખૂબ જ જલ્દી જુના એન્ડ્રોઇડ (Android OS) વર્ઝન પર કામ કરવાનું બંધ કરી દેશે. હાલ વોટ્સએપ 4.1 એન્ડ્રોઇડ વર્ઝન અથવા તેના પછીના નવા વર્ઝન પર કામ કરી રહ્યું છે.
જોકે, હવે 24 ઓક્ટોબરથી વોટ્સએપ માત્ર 5.0 એન્ડ્રોઇડ વર્ઝનવાળા ફોન પર જ કામ કરશે. આ ઉપરાંત, તમે આઈફોન યુઝર હોવ તો તમારુ ડિવાઈસ iOS 12 અથવા તેના પછીનું વર્ઝન હશે તો તેના પર કામ કરશે.
એન્ડ્રોઈડ OS 4.1 વર્ઝન જુના ફોન પર ચાલતા કેટલાંક પોપ્યુલર સ્માર્ટફોન
Sony Xperia Z, LG Optimus G Pro, Samsung Galaxy S2, Samsung Galaxy Nexus, HTC Sensation, Motorola Droid Razr, Sony Xperia S2, Motorola Xoom Samsung Galaxy Tab 10.1, Asus Eee Pad Transformer, Acer Iconia Tab A5003, Samsung Galaxy S, HTC Desire HD, LG Optimus 2X, Sony Ericsson Xperia Arc3, Nexus 7 (upgradable to Android 4.2), Samsung Galaxy Note 2, HTC One
આ લીસ્ટમાં મોટાભાગના મોડલ જૂના છે જેનો ઉપયોગ મોટાભાગના લોકો કરી રહ્યા છે. પરંતુ, તમારી પાસે હજુ પણ આ લીસ્ટમાંથી કોઈ ફોન હોય તો તમારે નવો ફોન ખરીદવા માટે વિચારવું પડશે.
ઓપરેટિંગ સિસ્ટમ વિશે કેવી રીતે ખબર પડે ?
તમને ખબર ન હોય કે તમારો સ્માર્ટફોન Android OS વર્ઝન 4.1 અને જુના ફોન પર ચાલે છે કે નહીં, તો તમારે તમારા ફોનના ડિવાઈસ પર સેટિંગ મેનુમાં જઈને ચેક કરવાનું રહેશે. તેમાં તમારે સેટિંગ પર જઈ About Phone પર ક્લિક કરવાનું રહેશે. તેના પછી સોફ્ટવેર ડિટેલ્સમાં જવાનું રહેશે. ત્યાં તમારે Android વર્ઝન Versions કેટેગરીની નીચે લીસ્ટ આપવામાં આવ્યું હશે તે જોતાં તમને તમારા ફોનની ઓપરેટિંગ સિસ્ટમ વિશે જાણવા મળશે.
Advertisement