ગૂગલે તેના પ્લે સ્ટોરમાંથી માલવેર અથવા વાયરસ ધરાવતી 43 મોબાઈલ એપ્સ હટાવી દીધી છે. આ એપ્સને કુલ 2.5 મિલિયન વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. આ એપ્સ પર ગૂગલ પ્લે ડેવલપર પોલિસીનું ઉલ્લંઘન કરવાનો પણ આરોપ છે. આ એપ્સ ફોનની સ્ક્રીન બંધ હોવા છતાં પણ જાહેરાતો દર્શાવી રહી હતી.
Advertisement
Advertisement
McAfeeએ પોતાના રિપોર્ટમાં આ એપ્સ વિશે જાણકારી આપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફોનની બંધ સ્ક્રીન પર જાહેરાતો દર્શાવવાથી ફોનની બેટરી ઝડપથી ઉતરી જાય છે અને યુઝર્સને પણ મુશ્કેલી પડે છે. આ સિવાય ડેટા લીક થવાનો પણ ખતરો રહેતો હોય છે.
પ્લે સ્ટોરમાંથી દૂર કરવામાં આવેલા 43 એપ્સમાં ટીવી/ડીએમબી પ્લેયર, મ્યુઝિક ડાઉનલોડર તથા ન્યૂઝ અને કેલેન્ડર એપ્સનો સમાવેશ થાય છે. આ એપ્સમાં મોટાભાગના એપ્સ મીડિયા સ્ટ્રીમિંગ છે. આ એપ્સ પર છેતરપિંડીની પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો પણ આરોપ છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે આ એપ્સની મદદથી યુઝરના ફોનને દૂર બેસીને પણ કંટ્રોલ કરી શકાતો હતો. આ એપ્સ લોકોના મેસેજ વાંચવા અને સ્ટોરેજ જોવા માટે પણ સક્ષમ હતા. આ એપ્સનો યુઝર્સને અન્ય એપ્સથી પહેલા નોટિફિકેશન બતાવવા માટે પણ રિક્વેસ્ટ કરતા હતા. આ એપ્સનો ઉપયોગ બેંકિંગ છેતરપિંડી માટે થઈ શકે તેમ છે.
તેનાથી બચવા માટે શું કરવું?
તમને લાગે છે કે કોઈ ખાસ એપને કારણે તમારા ફોનની સ્ક્રીન વારંવાર ચાલુ થઈ રહી છે, તો સેટિંગ્સ ચેક કરો. શક્ય હોય તો તે એપ્લિકેશનને ડિલીટ કરી નાંખો. આ ઉપરાંત, બેકગ્રાઉન્ડ એપ્લિકેશન રિફ્રેશને પણ બંધ કરી નાંખો. તેનાથી ફાયદો એ થશે કે સ્ક્રીન બંધ થયા પછી કોઈ એપ બેકગ્રાઉન્ડમાં ચાલશે નહીં અને તમારા ફોનની બેટરી લાઈફ પણ સારી રહેશે. આ સિવાય કોઈપણ એપ ડાઉનલોડ કરતાં પહેલા પ્લે સ્ટોર પર તેનો રિવ્યુ ચોક્કસથી ચેક કરો.
Advertisement