સ્પૉર્ટ્સ ડેસ્ક: ટી-20 વર્લ્ડકપ 11માં મુકાબલામાં આયરલેન્ડે વેસ્ટ ઇન્ડીઝ 9 વિકેટે હરાવીને મોટો ઉલટફેર કરી દીધો છે. આ જીત સાથે જ આયરલેન્ડની ટીમ ટી-20 વર્લ્ડકપના સુપર-12માં પહોચી ગઇ છે. બીજી તરફ વેસ્ટ ઇન્ડીઝની ટીમ આ વર્લ્ડકપમાંથી બહાર થઇ ગઇ છે.
Advertisement
Advertisement
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડીઝે 20 ઓવરમાં 146 રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝ તરફથી બ્રેન્ડન કિંગે 48 બોલમાં 1 સિક્સર અને 6 ફોરની મદદથી 62 રન બનાવ્યા હતા.બીજી તરપ 147 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી આયરલેન્ડની ટીમે આ પડકારને માત્ર 17.3 ઓવરમાં એક તરફી રીતે મેળવી લીધો હતો. આયરલેન્ડ તરફથી અનુભવી બેટ્સમેન પૉલ સ્ટર્લિંગે 48 બોલમાં 2 સિક્સર અને 6 ફોરની મદદથી મેચ વિનિંગ 66 રનની ઇનિંગ રમી હતી.
ટૂર્નામેન્ટમાંથી વેસ્ટ ઇન્ડીઝ બહાર થયુ
બે વખત ટી-20 વર્લ્ડકપ પોતાના નામે કરી ચુકેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમ આયરલેન્ડ વિરૂદ્ધ મુકાબલો હારીને એક ઝટકો લાગ્યો છે. આ હાર સાથે જ વેસ્ટ ઇન્ડીઝની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગઇ છે. આ મુકાબલાને એક તરફી જીતનારી આયરલેન્ડ ટી-20 વર્લ્ડકપ સુપર-12માં પહોચી ગઇ છે.
Advertisement