સ્પૉર્ટ્સ ડેસ્ક: બીસીસીઆઇની સીનિયર પસંદગી સમિતીએ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ વન ડે સીરિઝની બાકી રહેલી બે મેચ માટે ફાસ્ટ બોલર દીપક ચહરની જગ્યાએ ઓલ રાઉન્ડર વોશિંગ્ટન સુંદરનો ટીમમાં સમાવેશ કર્યો છે. ઇન્દોરમાં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ત્રીજી અને અંતિમ T20I મેચ પછી પીઠમાં ઇજા થઇ હતી અને તે લખનઉંમાં રમાયેલી પ્રથમ વન ડે મેચમાં ભારતની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ નહતો. વોશિંગ્ટન સુંદરે વન ડે ફોર્મેટમાં ભારત માટે પોતાની અંતિમ મેચ આ વર્ષે ફેબ્રુઆરીમાં રમી હતી, તેને ચાર વન ડે મેચમાં અત્યાર સુધી 5 વિકેટ ઝડપી છે અને આ સિવાય 57 રન પણ બનાવ્યા છે.
Advertisement
Advertisement
દીપક ચહર હવે પરત રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (NCA) જશે અને ત્યાની મેડિકલ ટીમ તેની ઇજા પર નજર રાખશે. ભારતે વરસાદથી પ્રભાવિત પ્રથમ વન ડે મેચમાં 9 રને હારનો સામનો કરવો પડ્યો હતો. બન્ને ટીમ હવે બીજી મેચ રવિવારે રાંચીમાં રમશે. તે બાદ ત્રીજી અને અંતિમ વન ડે મેચ 11 ઓક્ટોબરે નવી દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.
દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ બે મેચ માટે ભારતની વન ડે ટીમ
શિખર ધવન (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, રજત પાટીદાર, રાહુલ ત્રિપાઠી, ઇશાન કિશન, સંજૂ સેમસન, શાહબાજ અહમદ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઇ, મુકેશ કુમાર, અવેશ ખાન, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર
Advertisement