એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ફિલ્મ મેકર એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર વિરૂદ્ધ બિહારની એક કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યુ છે. બેગૂસરાયની એક કોર્ટે આ બન્ને વિરૂદ્ધ આ વોરંટ જાહેર કર્યુ છે. મહત્વપૂર્ણ છે કે એકતા કપૂર અને શોભા પર તેમની વેબ સીરિઝ XXX2માં ભારતીય સેનાનું અપમાન કરવા અને તેમના પરિવારની ભાવનાઓને ઠેસ પહોચાડવા મામલે કેસ દાખલ કરાવ્યો હતો.
Advertisement
Advertisement
પૂર્વ સૈનિકે 2020માં કરી હતી ફરિયાદ
ન્યાયાધીશ વિકાસ કુમારની કોર્ટે પૂર્વ સૈનિક અને બેગૂસરાયના શંભૂ કુમારની ફરિયાદના આધાર પર આ વોરંટ જાહેર કર્યુ છે, તેમણે 2020માં પોતાની ફરિયાદમાં કહ્યુ હતુ કે સીરિઝ ‘XXX 2’માં એક સૈનિકની પત્ની સાથે જોડાયેલા કેટલાક આપત્તિજનક દ્રશ્ય બતાવવામાં આવ્યા છે જેમાં એવુ બતાવવામાં આવ્યુ છે કે જ્યારે સૈનિક ડ્યૂટી પર જાય છે તો તેની પત્ની બીજા મર્દો સાથે સબંધ બનાવે છે.
હાજર ના થયા બાદ બન્ને વિરૂદ્ધ વોરંટ જાહેર કરવામાં આવ્યુ
પૂર્વ સૈનિક શંભૂના વકીલ ઋષિકેશ પાઠકે જણાવ્યુ, આ સીરિઝને એકતાની બાલાજી ટેલીફિલ્મ્સ લિમિટેડના સ્વામિત્વ ધરાવતા OTT પ્લેટફોર્મ ALT બાલાજી પર પ્રસારિત કરવામાં આવી હતી. શોભા પણ બાલાજી ટેલિફિલ્મ્સ સાથે જોડાયેલા છે. કોર્ટે બન્નેને સમન્સ જાહેર કર્યુ હતુ અને આ કેસ મામલે કોર્ટમાં હાજર થવા માટે કહ્યુ હતુ.
વકીલ ઋષિકેશે જણાવ્યુ કે કોર્ટમાં હાજર ના થયા બાદ એકતા અને શોભા વિરૂદ્ધ વોરંટ જાહેર કરવામાં આવ્યુ છે.
2021માં એકતા અને શોભાને આપ્યુ હતુ સમન
રિપોર્ટ્સની માનીએ તો ગત વર્ષે ફેબ્રુઆરીમાં એકતા અને શોભા વિરૂદ્ધ સમન જાહેર કરવામાં આવ્યુ હતુ. એકતાની ઓફિસે આ સમનને પ્રાપ્ત પણ કર્યુ હતુ. આ મામલે એકતા અને તેની માતાની મુશ્કેલી વધી શકે છે.
વિરોધ થયા બાદ એકતાએ માફી માંગી હતી
ફરિયાદ થયા બાદ સીરિઝ પહેલા આપત્તિજનક સીન્સને બ્લર કરવામાં આવ્યા હતા, પછી મેકર્સે આ સીન્સને હટાવી દીધો હતો. આ મામલે એકતાને ટ્રોલ કરવામાં આવી હતી, તેને રેપની ધમકી પણ મળી હતી. તે બાદ એકતાએ લોકોની માફી માંગી હતી. એકતાએ કહ્યુ હતુ કે, અમે ભારતીય સેનાનું સમ્માન કરીએ છીએ, જો કોઇ પ્રમાણિક સેન્ય સંસ્થા અમને માફી માંગવા કહે છે તો અમે તેની માટે પણ તૈયાર છીએ.
Advertisement