સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને શ્રીલંકા વચ્ચે ગુવાહાટીમાં રમાઇ રહેલી પ્રથમ વન ડે મેચમાં વિરાટ કોહલીએ વન ડે કરિયરની 45મી સદી ફટકારી હતી. આ સાથે જ વિરાટ કોહલી સચિન તેંડુલકરના વન ડેમાં સૌથી વધુ સદીના રેકોર્ડ (49)ની નજીક પહોચી ગયો છે. વિરાટ કોહલીની વન ડે કરિયરની આ 45મી સદી હતી.
Advertisement
Advertisement
વન ડે ક્રિકેટમાં સૌથી વધુ સદી
સચિન તેંડુલકર-49 સદી
વિરાટ કોહલી- 45 સદી
રિકી પોન્ટિંગ- 30 સદી
રોહિત શર્મા- 29 સદી
સનથ જયસૂર્યા- 28 સદી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી
સચિન તેંડુલકર-100 સદી
વિરાટ કોહલી- 73 સદી
રિકી પોન્ટિંગ- 71 સદી
વિરાટ કોહલીની 45મી સદી
વિરાટ કોહલીએ ગુવાહાટીમાં શ્રીલંકા સામે પ્રથમ વન ડે મેચમાં સદી ફટકારી હતી. આ તેની વન ડે કરિયરની 45મી સદી હતી. શ્રીલંકા વિરૂદ્ધ વિરાટ કોહલીની આ 10મી સદી છે. જ્યારે ઘરેલુ ધરતી પર તેની 20મી વન ડે સદી છે. વિરાટ કોહલી 113 રન બનાવીને આઉટ થયો હતો. કોહલીએ 87 બોલમાં 12 ફોર અને 1 સિક્સરની મદદથી 113 રન બનાવ્યા હતા.
Advertisement