સ્પોર્ટ્સ ડેસ્ક: મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી વર્લ્ડ ક્રિકેટના બે મોટા સુપરસ્ટાર છે. ભારતીય ક્રિકેટ ટીમમાં બન્નેએ 15 વર્ષ સાથે ક્રિકેટ રમી છે. બન્નેએ પોતાના કરિયરનું ટોપ ફોર્મ સાથે વિતાવ્યુ છે અને ભારતીય ટીમને અનેક મેચ જીતાડી છે. ધોની અને કોહલીનું ઓન ગ્રાઉન્ડ રિલેશન 2008માં શરૂ થયુ હતુ, જે માહીના 2019માં સંન્યાસ પછી તૂટી ગયુ હતુ. હવે કોહલીએ ધોની સાથે 11 વર્ષ લાંબો ડ્રેસિંગ રૂમ અનુભવ શેર કર્યો છે.
Advertisement
Advertisement
IPL પહેલા આરસીબી પૉડકાસ્ટ સીઝન-2ના પ્રથમ એપિસોડમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પહોચ્યો હતો. કોહલીએ આ વાતચીતમાં જણાવ્યુ, “મારી પુરી કરિયર દરમિયાન અનુષ્કા સિવાય, ધોની મારી સૌથી મોટી તાકાત રહ્યો છે, મને તેમનો મોટો સપોર્ટ હતો. માત્ર તે જ હતા, જે મારા બાળપણના મિત્ર પરિવાર સિવાય મારી પાસે હતા. જો તમે કોઇ દિવસ ફોન કરો તો આ વાતની 99 ટકા શક્યતા છે કે તે કૉલ જ નહી ઉઠાવે કારણ કે તે પોતાનો ફોન જ નથી જોતા.
વિરાટ કોહલીએ કહ્યુ, જોકે, આવુ બે વખત થઇ ચુક્યુ છે, જ્યારે તેમણે મેસેજ કરીને મને પૂછ્યુ કે તમે ક્યારે મજબૂત વાપસી કરી રહ્યા છો. અહીથી મને હિટ મળી અને મારૂ જૂનુ ફોર્મ પરત આવ્યું. ધોનીને મે હંમેશા આત્મવિશ્વાસી, માનસિક રીતે મજબૂત માણસના રૂપમાં જોયો છે, જે કોઇ પણ પરિસ્થિતિને સહન કરી શકે છે. ત્યાથી નીકળવાનો રસ્તો શોધી લે છે. અમને રસ્તો બતાવી શકે છે, તમે જે સમયમાંથી પસાર થઈ રહ્યા છો, માહીભાઇ ત્યાથી નીકળી ચુક્યા છે.
વિરાટ કોહલીએ 15 વર્ષની કરિયરમાં ભારત માટે 106 ટેસ્ટ, 271 વન ડે અને 115 T20I મેચ રમી છે અને 25000 કરતા વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે. આ પૉડકાસ્ટમાં ધોની સિવાય કોહલીએ ભારત અને આરસીબીના કેપ્ટનના રૂપમાં પોતાના કાર્યકાળને પણ યાદ કર્યો છે. કેપ્ટન્સી છોડીને ખુદના ટીમમાં સીનિયર બેટ્સમેનના રોલ વિશે પણ જણાવ્યુ છે.
Advertisement