સાઉથ સિનેમામાંથી શોકિંગ સમાચાર આવ્યા છે. સાઉથના પોપ્યુલર એક્ટર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી યૂ.વી.કૃષ્ણમ રાજૂ (U V Krishnam Raju) નું નિધન થયુ છે. કૃષ્ણમ રાજૂએ 82 વર્ષની ઉંમરમાં હૈદરાબાદમાં અંતિમ શ્વાસ લીધા હતા. યૂ.વી.કૃષ્ણમ રાજૂના નિધનથી સાઉથ સિનેમામાં સન્નાટો પ્રસરી ગયો છે. દરેક કોઇ દિગ્ગજ એક્ટરના મોતથી શૉકમાં છે.
Advertisement
Advertisement
યૂ.વી.કૃષ્ણમ રાજૂ (U V Krishnam Raju) બીમાર હતા, તેમની હૉસ્પિટલમાં સારવાર ચાલતી હતી. હૉસ્પિટલના સૂત્રોએ જણાવ્યુ કે તે COVID-19 પછી તકલીફોથી ઝઝુમી રહ્યા હતા, તેમણે 5 ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું હાર્ટ બગડી ગયુ હતુ. એક્ટરની કિડની પણ બરાબર કામ કરતી નહતી. યૂ.વી.કૃષ્ણમ રાજૂને જ્યારથી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા ત્યારથી તે વેન્ટિલેટર સપોર્ટ પર હતા.
બાહુબલી સ્ટાર પ્રભાસ સાથે ખાસ કનેક્શન
યૂ.વી.કૃષ્ણમ રાજૂ (U V Krishnam Raju) સાઉથ સિનેમાના સુપરસ્ટાર પ્રભાસના કાકા હતા. તે ખુદ પણ એક શાનદાર એક્ટર હતા, તેમણે ટૉલીવુડમાં રેબલ સ્ટારના નામથી ઓળખવામાં આવતા હતા.
આ ફિલ્મોમાં કર્યુ કામ
યૂ.વી.કૃષ્ણમ રાજૂ સાઉથ સિનેમાના એક મોટા સ્ટાર હતા, તેમણે પોતાની કરિયરમાં આશરે 180થી વધારે ફિલ્મમાં કામ કર્યુ છે. સાઉથ સિનેમામાં તેમણે પોતાના બાગી કેરેક્ટર્સથી એક ટ્રેંડ સેટ કર્યો હતો, માટે તેમણે રેબેલ સ્ટાર પણ કહેવામાં આવતા હતા, તેમણે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1966માં તેલુગુ ફિલ્મ ‘Chilaka Gorinka’ સાથે કરી હતી. ફિલ્મમાં શાનદાર કામ કરવા માટે તેમણે કેટલાક એવોર્ડસથી સમ્માનિત પણ કરવામાં આવ્યા હતા.
યૂ.વી.કૃષ્ણમ રાજૂ એક્ટિંગની સાથે રાજકારણનો પણ ભાગ રહ્યા છે. તે બે વખત લોકસભા સભ્ય રહ્યા હતા, તેમણે અટલ બિહારી વાજપેયી સરકારમાં કેન્દ્રીય રાજ્ય મંત્રીના રૂપમાં કામ કર્યુ. આટલી મોટી શખ્સિયતના એમ જ જતા રહેતા દરેક કોઇ ઉદાસ બની ગયુ છે.
PM મોદીએ પણ દુખ વ્યક્ત કર્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કરતા કહ્યુ, યુવી કૃષ્ણમ રાજુ ગુરુના નિધનથી દુઃખી. આવનારી પેઢીઓ તેમની સિનેમેટિક તેજસ્વીતા અને સર્જનાત્મકતાને યાદ કરશે. તેઓ સામુદાયિક સેવામાં પણ અગ્રેસર હતા અને એક રાજકીય નેતા તરીકેની છાપ ઉભી કરી હતી. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના.
Advertisement