ટેક વર્લ્ડ: પોતાના સ્માર્ટફોનને ચાર્જ કરવા માટે તમે કઇ રીતનો ઉપયોગ કરો છો. વાયર્ડ ચાર્જર અથવા પછી વાયરલેસ ચાર્જિંગ ટેકનોલૉજી. વાયર્ડ ચાર્જરમાં તમને કેટલાક ઓપ્શન મળે છે. જેમાં તમને ફાસ્ટ અને સુપર ફાસ્ટ ચાર્જિંગ જેવા વિકલ્પ આપવામાં આવે છે. શું થાય જો ફોન ચાર્જ કરતા સમયે ચાર્જરની જરૂરત ના પડે?
Advertisement
Advertisement
આવુ અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ભવિષ્યમાં આવી ચાર્જિંગ ટેકનોલૉજી સામાન્ય બની જશે. અત્યાર સુધી ચાર્જિંગની અનેક રીત આવી ગઇ છે. સામાન્ય ચાર્જિંગથી ફાસ્ટ અને ફાસ્ટથી અલ્ટ્રા ફાસ્ટ ચાર્જિંગ આવી ગયુ છે.
માર્કેટમાં તમને વાયરલેસ ચાર્જર પણ મળે છે પરંતુ ભવિષ્યમાં બની શકે કે આપણને તેની પણ જરૂરત નહી પડે. અમે વાત કરી રહ્યા છીએ ટ્રૂ વાયરલેસ ચાર્જરની, જેની મદદથી ચાર્જિંગ એક્સપીરિયન્સ પુરી રીતે બદલાઇ જશે.
શું છે Air Charging ટેકનોલૉજી?
જેમ તમે ટ્રૂ વાયરલેસ ઇયરફોન્સ આજે યૂઝ કરી રહ્યા છો. આ રીતે જ ભવિષ્યમાં ફોન પણ ચાર્જ કરી શકશો. સ્માર્ટફૉન બ્રાંડ્સે આ ટેકનોલૉજીને ઇંટ્રોડ્યૂશ કરી દીધી છે અને આ માર્કેટમાં હાજરપ છે પરંતુ પૉપ્યુલર બની નથી. અમે Over The Air ટેકનોલોજીની વાત કરી રહ્યા છીએ, જે તમારા ફોનને હવામાં ચાર્જ કરી શકે છે.
વર્ષ 2021ની શરૂઆતમાં Xiaomi અને બીજી કંપનીઓએ કહ્યુ હતુ કે તે આ રીતની ટેકનોલૉજી પર કામ કરી રહ્યા છે. કંપનીએ તેનો ડેમો પણ બતાવ્યો હતો, જેમાં બ્રાંડે ચાર્જિંગ બૉક્સમાં 144 એન્ટીનાનો ઉપયોગ કર્યો હતો. જેની મદદથી mm-Wave સિંગ્નલ ટ્રાન્સમિટ થાય છે. આ સિગ્નલ સ્માર્ટફોન સુધી 14 એન્ટીનાની મદદથી પહોચે છે, જે સિગ્નલને 5Wની પાવરમાં કન્વર્ટ કરે છે, જેનાથી સ્માર્ટફોન હવામાં ચાર્જ થવા લાગે છે. કંપનીએ આ ટેકનોલૉજીને Mi Air Charger નામ આપ્યુ છે.
શું પૉપ્યુલર બની શકશે આ ટેકનોલૉજી?
શાઓમીએ પણ જે ટેકનોલૉજીને ઇંટ્રોડ્યૂશ કરી હતી તેમાં માત્ર 5W ચાર્જિંગ મળે છે. 150W સુધીના ફાસ્ટ ચાર્જિંગના જમાનામાં 5W ચાર્જિંગ જોઇએ. ટ્રૂ વાયરલેસ ચાર્જિંગ માટે તમારે એડિશનલ એક્સેસરીઝ પણ ઇંસ્ટોલ કરવી પડશે.
ટેકનોલૉજી દરરોજ વિકસિત થઇ રહી છે અને વર્તમાન ટેક વર્લ્ડ દરેક ક્ષણે પહેલા કરતા સારૂ બની રહ્યુ છે. એવામાં એક દિવસ એવો પણ આવી શકે છે જ્યારે આ ટેકનોલૉજી અફોર્ડેબલ અને આસાન હશે, તેની માટે કંજ્યૂમર્સે એડિશનલ એક્સેસરીઝની જરૂરત ના પડે અને ચાર્જિંગ સ્પીડ પણ ફાસ્ટ બની શકે છે.
Advertisement