સ્પોર્ટ્સ ડેસ્ક: BCCIએ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ટી-20 સીરિઝ માટે પણ ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. આ બન્ને સીરિઝ માટે મોહમ્મદ શમી અને દીપક ચહરનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે ટી-20 વર્લ્ડકપ 2022 માટે મોહમ્મદ શમી અને દીપક ચહરને મુખ્ય ટીમમાં જગ્યા મળી નથી.
Advertisement
Advertisement
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સીરિઝ માટે અર્શદીપ સિંહ ટીમમાં સામેલ નથી. બીજી તરફ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ સીરિઝમાં હાર્દિક પંડ્યા ટીમનો ભાગ નથી. બીસીસીઆઇ અનુસાર હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ અને ભૂવનેશ્વર કુમાર ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ઘરેલુ શ્રેણી દરમિયાન કંડીશનિંગ સબંધિત વર્કને કારણે NCAને રિપોર્ટ કરશે, જેને કારણે આ ત્રણેયને એક એક સીરિઝ માટે આરામ આપવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયા માટે શ્રેણી માટે ટીમ ઇન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત (વિકેટ કીપર), દિનેશ કાર્તિક (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, આર.અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભૂવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચહર, જસપ્રીત બુમરાહ
દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ સીરિઝ માટે ટીમ ઇન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત (વિકેટ કીપર), દિનેશ કાર્તિક (વિકેટ કીપર), આર.અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચહર, જસપ્રીત બુમરાહ
ભારત વર્સિસ ઓસ્ટ્રેલિયા
પ્રથમ ટી-20- 20 સપ્ટેમ્બર (મોહાલી)
બીજી ટી-20- 23 સપ્ટેમ્બર (નાગપુર)
ત્રીજી ટી-20- 25 સપ્ટેમ્બર (હૈદરાબાદ)
ભારત વર્સિસ દક્ષિણ આફ્રિકા
પ્રથમ ટી-20- 28 સપ્ટેમ્બર (તિરૂવનંતપુરમ)
બીજી ટી-20- 2 ઓક્ટોબર (ગુવાહાટી)
ત્રીજી- ટી-20- 4 ઓક્ટોબર (ઇન્દોર)
પ્રથમ વન ડે- 6 ઓક્ટોબર (લખનઉં)
બીજી વન ડે- 9 ઓક્ટોબર (રાંચી)
ત્રીજી વન ડે- 11 ઓક્ટોબર (દિલ્હી)
Advertisement