બિઝનેસ ડેસ્ક: ટાટા કંસલ્ટન્સી સર્વિસ (TCS)એ પોતાના કર્મચારીઓ માટે વર્ક ફ્રૉમ હોમ પૉલિસી ખતમ કરી દીધી છે. TCS તે કર્મચારીઓના સામાન્ય હિતને ધ્યાનમાં રાખતા વર્ક ફ્રૉમ હોમ પૉલિસી ખતમ કરી રહી છે, જે કામ માટે ડેસ્ક પર પરત આવવા માંગે છે.
Advertisement
Advertisement
કંપનીના COO એન ગણપતિ સુબ્રમણ્યમે કહ્યુ કે કર્મચારીઓના ઓફિસ આવવાથી વધુ કામ થાય છે. કંપનીના નવા કર્મચારી જ્યારે ઓફિસ આવશે તો તે TCSને અલગ દ્રષ્ટિકોણથી જોશે.
TCSએ ગત વર્ષે કર્મચારીઓને ઓફિસમાં બોલાવ્યા હતા
TCSએ ગત વર્ષે કર્મચારીઓને અઠવાડિયામાં ત્રણ દિવસ અથવા ટીમ લીડર દ્વારા નક્કી કરેલા રોસ્ટર અનુસાર ઓફિસ આવવા માટે કહ્યું હતું.
આ પહેલા મે, 2020માં કોરોના મહામારીની પ્રથમ લહેર દરમિયાન TCSએ 25X25 મૉડલ રજૂ કર્યુ હતુ. આ મૉડલ હેઠળ કંપનીએ 2025 સુધી પોતાના 25 ટકા કર્મચારીઓને પરત ઓફિસ બોલાવવાની યોજના નક્કી કરી હતી. મહત્વપૂર્ણ છે કે TCS નાણાકીય વર્ષ 2024માં લગભગ 1.25 લાખ કર્મચારીઓની ભરતી કરવાની છે.
Advertisement