સ્પૉર્ટ્સ ડેસ્ક: ટી-20 વર્લ્ડકપમાં ભારતે પોતાની બીજી મેચમાં નેધરલેન્ડને 56 રને હરાવ્યું હતું. ટી-20 વર્લ્ડકપમાં ભારતની સતત બીજી જીત છે. હવે ભારત ગ્રુપ-2માં ટોપ પર પહોચી ગયુ છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 123 રન જ બનાવી શક્યુ હતુ. ભારત તરફથી રોહિત શર્મા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે અડધી સદી ફટકારી હતી.
Advertisement
Advertisement
ભારતે પ્રથમ બેટિંગ કરતા 179 રન બનાવ્યા
ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત સારી રહી નહતી અને ઓપનર કેએલ રાહુલ માત્ર 9 રન બનાવીને એલબી આઉટ થયો હતો. જોકે, તે પછી રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે સારી ભાગીદારી કરી હતી અને ટીમના સ્કોરને ફરતો રાખ્યો હતો. રોહિત શર્મા 4 ફોર અને 3 સિક્સરની મદદથી 53 રન બનાવીને આઉટ થયો હતો. તે પછી વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે નેધરલેન્ડના બોલરોની ધોલાઇ કરી હતી. વિરાટ કોહલીએ 44 બોલમાં 3 ફોર અને 2 સિક્સરની મદદથી અણનમ 62 રન જ્યારે સૂર્યકુમાર યાદવે 25 બોલમાં 7 ફોર અને 1 સિક્સરની મદદથી અણનમ 51 રન બનાવ્યા હતા.
View this post on Instagram
ભારત તરફથી અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિનને 2-2 વિકેટ મળી હતી જ્યારે ભૂવનેશ્વર કુમાર અને અર્શદીપ સિંહને પણ 2-2 સફળતા મળી હતી. મોહમ્મદ શમીએ એક વિકેટ ઝડપી હતી. અંતમાં નેધરલેન્ડની ટીમ 9 વિકેટે 123 રન જ બનાવી શકી હતી.
આ પણ વાંચો: BCCIનો નિર્ણય, મેન્સ-મહિલા ક્રિકેટર્સને મળશે સમાન ફી
વિરાટ કોહલીએ વર્લ્ડકપમાં સતત બીજી અડધી સદી ફટકારી
વિરાટ કોહલીએ આ ટી-20 વર્લ્ડકપમાં પોતાની સતત બીજી અડધી સદી ફટકારી છે. પાકિસ્તાન વિરૂદ્ધ રમત બાદ હવે નેધરલેન્ડ સામે પણ વિરાટ કોહલી રંગમાં જોવા મળ્યો હતો.
ભારત પોતાના ગ્રુપમાં ટોપ પર
આ જીત સાથે જ ભારત પોતાના ગ્રુપમાં ટોપ પર પહોચી ગયુ છે. ભારતના 2 મેચમાં 2 જીત સાથે +1.425ની નેટ રન રેટ થઇ ગઇ છે અને તેના 4 પોઇન્ટ છે, જેને કારણે તે પોતાના ગ્રુપમાં ટોપ પર પહોચી ગયુ છે. બીજા નંબર પર દક્ષિણ આફ્રિકા છે. દક્ષિણ આફ્રિકાના 2 મેચમાં 1 જીત સાથે 3 પોઇન્ટ છે અને તેની નેટ રન રેટ +5.200 છે. ત્રીજા નંબર પર બાંગ્લાદેશ, ચોથા પર ઝિમ્બાબ્વે, પાંચમા પર પાકિસ્તાન અને છઠ્ઠા નંબર પર નેધરલેન્ડ છે.
Advertisement