મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે લગ્ન કર્યા છે, તેણે સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ જિરાર અહેમદ સાથે લગ્ન કર્યા છે. સ્વરા ભાસ્કરે ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ પર આ ગુડન્યૂઝ આપ્યા છે. સાથે જ એક વીડિયો શેર કરીને કહ્યુ કે તે પોતાના લવ લાઇફ સાથે. આ સાથે જ સ્વરા ભાસ્કરે કોર્ટ મેરેજની ડેટ રિવીલ કરી છે.
Advertisement
Advertisement
સ્વરા ભાસ્કરે પતિ ફહાદ જિરાર અહેમદ સાથે વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં તેને પોતાની મુલાકાત અને પતિની રાજકીય રેલીની ઝલક પણ બતાવી છે. આ વીડિયોમાં સ્વરા ભાસ્કરે કહ્યુ કે તેમની પ્રથમ મુલાકાત કેવી રીતે થઇ હતી. પ્રથમ સેલ્ફી કેવી રીતે લીધી હતી. સાથે જ પોતાની અને ફહાદની વૉટ્સએપ ચેટ પણ બતાવી છે. આ ચેટ માર્ચ 2020ની છે, જ્યા ફહાદે તેને પોતાની બહેનના લગ્નમાં ઇનવાઇટ કરી હતી. જેની પર સ્વરાએ કહ્યુ હતુ કે હું શૂટને કારણે વ્યસ્ત છું, આવી નહી શકુ મિત્ર. તમારા લગ્નમાં જરૂર આવીશ.
જાન્યુઆરીમાં કોર્ટ મેરેજ માટે અરજી કરી હતી
સ્વરા ભાસ્કરે કોર્ટ મેરેજ માટે 6 જાન્યુઆરી 2023માં અરજી કરી હતી, જે વીડિયો શેર કર્યો છે તેમાં બન્ને કોર્ટ મેરેજના પેપર પર સહી કરતા જોવા મળે છે. એક તસવીરમાં તે પેરેન્ટ્સને ગળે લાગીને રડતી પણ જોવા મળે છે.
સ્વરા ભાસ્કર અને ફહાદની પ્રથમ મુલાકાત
સ્વરા ભાસ્કરની ફહાદ જિરાર અહેમદ સાથે પ્રથમ મુલાકાત રેલી દરમિયાન થઇ હતી. આ પ્રોટેસ્ટ રેલી હતી જ્યા તે નારા લગાવતી જોવા મળતી હતી અને તેની સાથે ફહાદ પણ હતો.
કોણ છે સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ
સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ વિદ્યાર્થી નેતા અને સામાજિક કાર્યકર્તા છે. તે ઇંસ્ટાગ્રામ પર પોતાની બાયોમાં લખે છે કે તે સમાજવાદી પાર્ટીના યુવાજન સભાના સ્ટેટ પ્રેસિડેન્ટ છે, તેને ટાટા ઇંસ્ટીટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ સ્ટૂડન્ટ યૂનિયનના મહાસચિવના પદ પર પણ કામ કરી ચુક્યો છે. ફહાદ ગત વર્ષે જુલાઇમાં સમાજવાદી પાર્ટીમાં જોડાયો હતો. તે યૂપીનો છે. ફહાદનો જન્મ 2 જાન્યુઆરી 1992માં બહેરીમાં થયો હતો, તેને અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો અને પછી સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરવાનું શરૂ કર્યુ હતુ.
Advertisement