સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથે ભારત પ્રવાસમાં ટેસ્ટ સીરિઝ રમવાને પડકારજનક ગણાવ્યું છે. ડેલી ટેલીગ્રાફ સાથે વાત કરતા સ્ટીવ સ્મિથે કહ્યુ કે ભારત અને ઇંગ્લેન્ડના રૂપમાં ઓસ્ટ્રેલિયા સામે આ વર્ષે બે મોટા પડકાર છે પરંતુ તેમની ટીમ તેની માટે તૈયાર છે.
Advertisement
Advertisement
સ્ટીવ સ્મિથે કહ્યુ, “ભારતનો પ્રવાસ નિશ્ચિત રીતે ઘણો મોટો છે. હું બે વખત ભારતમાં રમ્યો છુ પરંતુ ક્યારેય સીરિઝ જીતી શક્યો નથી, ત્યા રમવુ ઘણુ મુશ્કેલ હોય છે.”
પ્રેક્ટિસ મેચ ના રમવી યોગ્ય નિર્ણય
ઓસ્ટ્રેલિયાએ ભારત વિરૂદ્ધ ટેસ્ટ સીરિઝ પહેલા પ્રેક્ટિસ મેચ ના રમવાનો નિર્ણય કર્યો છે, જેની પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડીઓએ સવાલ ઉભા કર્યા છે પરંતુ સ્ટીવ સ્મિથે આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. સ્મિથનું કહેવુ છે કે ઓસ્ટ્રેલિયાએ ગત વર્ષે પાકિસ્તાન પ્રવાસ પછી કોઇ પ્રેક્ટિસ મેચ રમવાની નીતિ અપનાવી નથી અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે રમવામાં આવનાર મહત્વપૂર્ણ ટેસ્ટ શ્રેણી માટે પણ તેને યથાવત રાખવામાં આવે છે.
અમે તૈયાર છીએ- સ્ટીવ સ્મિથ
સ્ટીવ સ્મિથે કહ્યુ કે અમે રાહ જોઇશુ કે અમે મેદાન પર ક્યારે ઉતરીએ છીએ. મને લાગે છે કે અમે પ્રેક્ટિસ મેચ ના રમવાનો યોગ્ય નિર્ણય કર્યો છે, જેમ મે કહ્યુ, ગત વખતે તેમણે અમારી માટે ગ્રીન પિચ તૈયાર કરી હતી અને અમે મુશ્કેલીથી કોઇ સ્પિનનો સામનો કર્યો હતો. સ્મિથે કહ્યુ, અમે પોતાના નેટ્સ પર સારા છીએ અને સ્પિનરોને સારી રીતે રમવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મહત્વપૂર્ણ છે કે સ્મિથે ઉત્તરી સિડની ઓવલમાં ગત અઠવાડિયે પિચ પર પ્રેક્ટિસ કરી હતી.
ભારતમાં સ્મિથનું સારૂ પ્રદર્શન રહ્યું છે
2017માં ભારત પ્રવાસે આવેલા સ્ટીવ સ્મિથે ચાર ટેસ્ટમાં ત્રણ સદીની મદદથી 499 રન બનાવ્યા હતા. જ્યારે 2013માં સ્ટીવ સ્મિથે 2 મેચમાં 161 રન બનાવ્યા હતા. ભારતમાં રમવા પર સ્ટીવ સ્મિથે કહ્યુ, “હું ત્યા ટર્ન લેતી પિચો પર રમવાનો આનંદ લઉં છું, ઘણી મજા આવે છે અને હંમેશા કઇ થતુ રહે છે.”
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભારત આવવા પર બેંગલુરૂના અલૂરમાં ચાર દિવસની ટ્રેનિંગ કરશે અને પછી પ્રથમ ટેસ્ટ (9 ફેબ્રુઆરી) માટે નાગપુર પહોચશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝનો કાર્યક્રમ
9 ફેબ્રુઆરી-13 ફેબ્રુઆરી- ભારત Vs ઓસ્ટ્રેલિયા, પ્રથમ ટેસ્ટ નાગપુર
17 ફેબ્રુઆરી- 21 ફેબ્રુઆરી- ભારત Vs ઓસ્ટ્રેલિયા, બીજી ટેસ્ટ દિલ્હી
1 માર્ચ- 5 માર્ચ- ભારત Vs ઓસ્ટ્રેલિયા, ત્રીજી ટેસ્ટ, ધરમશાળા
9 માર્ચ- 13 માર્ચ- ભારત Vs ઓસ્ટ્રેલિયા, ચોથી ટેસ્ટ, અમદાવાદ
ભારત અને ઓસ્ટ્રેલિયા વન ડે સીરિઝનો કાર્યક્રમ
17 માર્ચ- પ્રથમ વન ડે મેચ મુંબઇ
19 માર્ચ- બીજી વન ડે મેચ- વિશાખાપટ્ટનમ
22 માર્ચ- ત્રીજી વન ડે- ચેન્નાઇ
ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ
ઉસ્માન ખ્વાજા, સ્ટીવન સ્મિથ, ડેવિડ વોર્નર, મેટ રેનશો, ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેન, એસ્ટન અગર, કેમરૂન ગ્રીન, એલેક્સ કેરી, પીટર હેન્ડ્સકોમ્બ, પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, જોશ હેઝલવુડ, નાથન લાયન, લાન્સ મોરિસ, ટોડ મર્ફી, મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વેપસન
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કેએલ રાહુલ (વિકેટ કીપર), શ્રીકર ભરત (વિકેટ કીપર), ઇશાન કિશન (વિકેટ કીપર), કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ
Advertisement