સ્પૉર્ટ્સ ડેસ્ક: શ્રીલંકાએ એશિયા કપ 2022નો ખિતાબ જીતી લીધો છે. 171 રનના પડકારનો પીછો કરતા પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 147 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. શ્રીલંકાની જીતના હીરો વાનિંદુ હસરંગા રહ્યો હતો જેને એક જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપીને પાકિસ્તાનની કમર તોડી નાખી હતી.
Advertisement
Advertisement
આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમની શરૂઆત સારી રહી નહતી અને તેને એક સમયે 58 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી વાનિંદુ હસરંગા અને ભાનુકા રાજપક્ષેએ 58 રનની ભાગીદારી કરીને શ્રીલંકાને સંકટમાંથી બહાર લાવ્યા હતા. હસરંગાએ 21 બોલમાં 36 રન બનાવ્યા હતા જેમાં પાંચ ફોર અને એક સિક્સર સામેલ હતી.
હસરંગાના આઉટ થયા બાદ પણ રાજપક્ષેએ આક્રમક બેટિંગ ચાલુ રાખી હતી જેને કારણે શ્રીલંકા 20 ઓવરમાં 6 વિકેટે 170 રન બનાવવામાં સફળ રહ્યુ હતુ. ભાનુકા રાજપક્ષે 45 બોલમાં 71 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ દરમિયાન તેને છ ફોર અને ત્રણ સિક્સર ફટકારી હતી.
શ્રીલંકાએ 8 વર્ષ પછી ખિતાબ જીત્યો
શ્રીલંકન ટીમે છઠ્ઠી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. આ પહેલા તે 1986, 1997, 2004, 2008, 2014માં પણ ચેમ્પિયન બન્યુ હતુ.
એશિયા કપનો ખિતાબ જીતનારા દેશ
ભારત- 7 વખત
શ્રીલંકા- 6 વખત
પાકિસ્તાન- 2 વખત
Advertisement