ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝનમાં LSG અને RR વચ્ચે જયપુરમાં રમાયેલી મેચમાં રાજસ્થાનની RR ટીમે તેના હોમ ગ્રાઉન્ડ પર 4 વર્ષ પછી રમી રહી હતી પરંતુ તે તેના ફેન્સને ખુશ ન કરી શકી. લખનૌ સુપર જાયન્ટ્સે (LSG) આપેલા 155 રનના ટાર્ગેટને પણ તેઓ ચેઝ ના કરી શક્યા અને પરિણામે યજમાન ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
જીત પછી LSGના કેપ્ટન કે.એલ.રાહુલની ધીમી બેટિંગ ચર્ચાનો વિષય બની હતી. પાવરપ્લેની 6 ઓવરમાં ટીમે માત્ર 37 રન જ બનાવ્યા હતા. આ જોઈને ફેન્સ રોષે ભરાયા હતા.
આ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને પણ રાહુલની બેટિંગથી ખૂબ નારાજ થયા હતા. તેઓએ રાહુલની ઈનિંગને અત્યાર સુધીની સૌથી બોરિંગ ઈનિંગ જાહેર કરી. પીટરસને કોમેન્ટ્રી દરમિયાન ઓનએર કહ્યું કે કે.એલ.રાહુલને પાવર પ્લેમાં બેટિંગ કરતો જોવો એ સૌથી બોરિંગ છે, જેને હું જીવનમાં કદી જોવા નહીં માંગું.
જોકે, રાહુલે આ મેચમાં 32 બોલમાં 4 યોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.
Advertisement