સ્પૉર્ટ્સ ડેસ્ક: IPLની 16મી સીઝનના પ્રારંભ પહેલા દિલ્હી કેપિટલ્સના ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. આગામી સીઝન માટે ટીમમાં પૂર્વ ભારતીય કેપ્ટન અને બીસીસીઆઇના ચીફ સૌરવ ગાંગુલીની વાપસી થઇ છે.
Advertisement
Advertisement
રિપોર્ટ અનુસાર, આઇપીએલ 2023માં દાદા દિલ્હી કેપિટલ્સના હેડ ઓફ ક્રિકેટ રહેશે. મહત્વપૂર્ણ છે કે આ પહેલા સૌરવ ગાંગુલી BCCI ચીફ બન્યા પહેલા સુધી દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયેલા હતા. આ પહેલા માર્ચ 2019માં દાદા દિલ્હી કેપિટલ્સના એડવાઇઝર રહી ચુક્યા છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ બન્યા બાદ સૌરવ ગાંગુલીએ દિલ્હી કેપિટલ્સના મેન્ટૉરનું પદ છોડી દીધુ હતુ. આઇપીએલમાં સૌરવ ગાંગુલી કોલકાતા નાઇટ રાઇડર્સ અને પૂણે વોરિયર્સ ઇન્ડિયાના કેપ્ટન પણ રહી ચુક્યા છે.
પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ગત વર્ષે બીસીસીઆઇ અધ્યક્ષના પદ પરથી રાજીનામું આપ્યુ હતુ, તે બાદ રોજર બિન્નીને બીસીસીઆઇ ચીફ બનાવવામાં આવ્યા છે. બોર્ડમાં આ પદ સંભાળ્યા પહેલા દાદા દિલ્હી કેપિટલ્સના એડવાઇઝર હતા.
આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ સિવાય સૌરવ ગાંગુલી આ ગ્રુપની આંતરરાષ્ટ્રીય ટીમ દુબઇ કેપિટલ્સ અને સાઉથ આફ્રિકા ટી-20 લીગમાં પ્રિટોરિયા કેપિટલ્સના તમામ ક્રિકેટ કાર્યક્ષેત્રોની દેખરેખ પણ કરશે.
આઇપીએલ સૂત્રો અનુસાર, દાદાએ દિલ્હી કેપિટલ્સ સાથે જોડાવા માટે હાં કરી દીધી છે અને તમામ જરૂરી કાગળના કામકાજ પણ પૂર્ણ થઇ ગયા છે. એવામાં તે ત્રણ વર્ષ પછી ફરી એક વખત દિલ્હી કેપિટલ્સમાં જોવા મળશે.
આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રિષભ પંત અકસ્માતને કારણે હૉસ્પિટલમાં દાખલ છે. રિષભ પંતના આઇપીએલમાં રમવા અંગે હજુ સુધી કોઇ નિર્ણય થઇ શક્યો નથી પણ સુત્રો અનુસાર તે આઇપીએલ ગુમાવી શકે છે. જોકે, દિલ્હી કેપિટલ્સ 2023માં નવા કેપ્ટન સાથે રમવા માટે ઉતરી શકે છે. દિલ્હી કેપિટલ્સ અનુભવી બેટ્સમેન ડેવિડ વોર્નરને પોતાનો કેપ્ટન બનાવી શકે છે. જોકે, પૃથ્વી શો અને મનીષ પાંડે પણ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનના દાવેદાર ગણાય છે.
IPL 2023માં દિલ્હી કેપિટલ્સની ટીમ
બેટ્સમેન
ડેવિડ વોર્નર, પૃથ્વી શો, રીલી રોસો, સરફરાઝ ખાન, મનીષ પાંડે, યશ ઢુલ
વિકેટ કીપર
રિષભ પંત (કેપ્ટન), ફિલ સોલ્ટ
ઓલ રાઉન્ડર
અક્ષર પટેલ, મિશેલ માર્શ, રોવમેન પોવેલ, લલિત યાદવ, રીપલ પટેલ, અમાન ખાન, પ્રવિણ દુબે, વિકી ઓસવાલ
બોલર
એનરીચ નોર્તજે, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ, ઇશાંત શર્મા, ચેતન સાકરિયા, મુસ્તફિઝુર રહમાન, લુંગી નગિડી, મુકેશ કુમાર, કમલેશ નાગરકોટી
Advertisement