સ્પૉર્ટ્સ ડેસ્ક: ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ત્રણ મેચની વન ડે સીરિઝના પ્રારંભના એક દિવસ પહેલા ભારતીય ટીમને ઝટકો લાગ્યો છે. ઇજાને કારણે મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર (Shreyas iyer) શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે. અય્યરની જગ્યાએ રજત પાટીદારને રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કરવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ નિવેદન જાહેર કરીને આ જાણકારી આપી છે, તેમણે જણાવ્યુ કે રિહૈબ માટે શ્રેયસ અય્યરને બેંગલુરૂ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) મોકલવામાં આવ્યો છે.
ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ભારતની વન ડે ટીમ-
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઇશાન કિશન (વિકેટ કીપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), રજત પાટીદાર, વોશિંગ્ટન સુંદર, શાહબાજ અહમદ, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક
શ્રેયસ અય્યરનું શ્રીલંકા સામે ખરાબ પ્રદર્શન
શ્રેયસ અય્યર માટે 2022 ઘણુ સારૂ રહ્યુ હતુ. તે ભારતીય ટીમ માટે વન ડે ફૉર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. શ્રેયસ અય્યરે 17 મેચમાં 724 રન બનાવ્યા હતા. જોકે, નવા વર્ષ 2023ની શરૂઆત શ્રેયસ અય્યર માટે સારી રહી નથી. શ્રેયસ અય્યરે આ વર્ષે ત્રણ મેચ રમી છે. શ્રેયસ અય્યરે શ્રીલંકા વિરૂદ્ધ વન ડે સીરિઝની ત્રણ મેચમાં 28,28 અને 38 રન બનાવ્યા છે. જ્યારે વર્ષ 2022ના અંતમાં શ્રેયસ અય્યરે 2 ટેસ્ટ મેચ રમી હતી જેમાં બે અડધી સદી ફટકારી હતી. શ્રેયસ અય્યર 2022ની જેમ આ વર્ષે જોઇએ તેવુ પ્રદર્શન કરી શક્યો નહતો. શ્રેયસ અય્યર ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વન ડે સીરિઝમાંથી બહાર થઇ ગયો છે.
ભારત-ન્યૂઝીલેન્ડ વન ડે સીરિઝનો કાર્યક્રમ
18 જાન્યુઆરી- ભારત Vs ન્યૂઝીલેન્ડ, પ્રથમ વન ડે હૈદરાબાદ
21 જાન્યુઆરી- ભારત Vs ન્યૂઝીલેન્ડ, બીજી વન ડે રાયપુર
24 જાન્યુઆરી-ભારત Vs ન્યૂઝીલેન્ડ, ત્રીજી વન ડે ઇન્દોર
Advertisement