મુંબઇ: શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. 25 જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થયેલી પઠાણ ફિલ્મે 5 દિવસમાં જ વર્લ્ડ વાઇડ 500 કરોડથી વધુની કમાણી કરી છે. શાહરૂખ ખાનની સાથે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમના અભિનયની પણ પ્રશંસા થઇ રહી છે. પઠાણ ફિલ્મના કલાકારોએ મીડિયા સાથે વાતચીત કરી હતી આ દરમિયાન ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે પઠાણ-2 બનાવવાના પણ સંકેત આપ્યા હતા.
Advertisement
Advertisement
5 દિવસમાં જ પઠાણે 500 કરોડની કમાણી કરી
ફિલ્મ ક્રિટિક તરણ આદર્શ અનુસાર શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મે વર્લ્ડ વાઇડ પાંચ દિવસમાં 542 કરોડની કમાણી કરી છે. ભારતમાં જ પઠાણ ફિલ્મે માત્ર પાંચ દિવસમાં 335 કરોડ રૂપિયાની કમાણી કરી છે જ્યારે ઓવરસીસ 207 કરોડની કમાણી કરી છે. આ રીતે ટોટલ પાંચ દિવસમાં વર્લ્ડ વાઇડ પઠાણે 542 કરોડની કમાણી કરી છે.
‘PATHAAN’ CROSSES ₹ 500 CR MARK: ₹ 542 CR WORLDWIDE *GROSS* IN 5 DAYS… #Pathaan WORLDWIDE [#India + #Overseas] *Gross* BOC… *5 days*…
⭐️ #India: ₹ 335 cr
⭐️ #Overseas: ₹ 207 cr
⭐️ Worldwide Total *GROSS*: ₹ 542 cr
🔥🔥🔥 pic.twitter.com/UZvYoipsx0— taran adarsh (@taran_adarsh) January 30, 2023
ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે ‘પઠાણ’ને બોક્સ ઓફિસ પર સુનામી ગણાવી છે. પાંચ દિવસમાં આ ફિલ્મે માત્ર હિન્દીમાં રિલીઝના પ્રથમ દિવસે બુધવારે 55 કરોડ, ગુરૂવારે 68 કરોડ, શુક્રવારે 38 કરોડ, શનિવારે 51.50 કરોડ અને રવિવારે 58.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમ હિન્દી વર્જનમાં જ પઠાણે 271 કરોડની કમાણી કરી છે.
#Pathaan is a #BO TSUNAMI… REBOOTS and REVIVES biz of #Hindi films… Collects UNIMAGINABLE and UNTHINKABLE numbers in its HISTORIC 5-day *extended* weekend… Wed 55 cr, Thu 68 cr, Fri 38 cr, Sat 51.50 cr, Sun 58.50 cr. Total: ₹ 271 cr. #Hindi. #India biz. 🔥🔥🔥 pic.twitter.com/8cO6GAdfyL
— taran adarsh (@taran_adarsh) January 30, 2023
પઠાણના તમિલ અને તેલુગુ વર્જને પાંચ દિવસમાં 9.75 કરોડની કમાણી કરી છે. જેમાં બુધવારે 2 કરોડ, ગુરૂવારે 2.50 કરોડ, શુક્રવારે 1.25 કરોડ, શનિવારે 1.75 કરોડ અને રવિવારે 2.25 કરોડની કમાણી કરી છે.
શાહરૂખ ખાનના કરિયરની સૌથી મોટી ફિલ્મ બની ‘પઠાણ”
શાહરૂખ ખાન 4 વર્ષ પછી ‘પઠાણ’ સાથે હીરો તરીકે સ્ક્રિન પર પરત ફર્યો છે. શાહરૂખની ગત ફિલ્મ ‘ઝીરો’ બૉક્સ ઓફિસ પર ફ્લોપ થઇ હતી પરંતુ નવી ફિલ્મ આવતાની સાથે જ શાહરૂખ ખાને સાબિત કરી દીધુ કે તેણે બોલિવૂડનો બાદશાહ કેમ કહેવામાં આવે છે, તેમની બાદશાહતના પુરાવા આ મોટા રેકોર્ડ્સ છે જે પઠાણે માત્ર 5 દિવસમાં તોડી નાખ્યા છે.
‘પઠાણ’ની રિલીઝ પહેલા શાહરૂખ ખાનના કરિયરની સૌથી મોટી ફિલ્મ ‘ચેન્નાઇ એક્સપ્રેસ’ હતી જે 10 વર્ષ પહેલા આવી હતી. રોહિત શેટ્ટી સાથે શાહરૂખની ફિલ્મે ભારતમાં 227 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
બોલિવૂડની 10મી સૌથી મોટી ફિલ્મ
પઠાણ 5 દિવસમાં કલેક્શન સાથે બોલિવૂડની ટોપ 10 કમાણી કરતી ફિલ્મમાં સામેલ થઇ ગઇ છે. બોલિવૂડની સૌથી મોટી ફિલ્મ આમિર ખાનની દંગલ છે જેને ભારતમાં 387 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ હતુ. 8માં નંબર પર સુલતાન સુધી તમામ ફિલ્મે 300 કરોડનો આંકડો પાર કરનારી છે. 9માં પર આમિર ખાનની ધૂમ 3 છે જેને 285 કરોડનું કલેક્શન કર્યુ હતુ.
પઠાણે માત્ર પ્રથમ વીકેન્ડની કમાણીથી જ આ યાદીમાં એન્ટ્રી કરી છે અને તેમાં અજય દેવગણની એકમાત્ર ફિલ્મ તાનાજીને બહાર કરી દીધી છે. 5માં દિવસે પઠાણે 335 કરોડની કમાણી કરી લીધી છે.
Advertisement