મુંબઇ: શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચી રહી છે. ફિલ્મ રીલિઝના બીજા દિવસે પણ પઠાણે કમાણીનો નવો રેકોર્ડ બનાવ્યો છે. શાહરૂખ ખાનની ફિલ્મ બે દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી ચુકી છે.
Advertisement
Advertisement
પ્રથમ દિવસે ભારતમાં 57 કરોડની બંપર ઓપનિંગ બાદ પઠાણે બીજા દિવસે પણ રેકોર્ડ બનાવ્યો છે. રિપલ્બિક ડેની રજાનો પઠાણને ભરપૂર ફાયદો મળ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલા અનુસાર, પઠાણના હિન્દી વર્જને બીજા દિવસે 70 કરોડનું કલેક્શ કર્યુ છે. બે દિવસમાં પઠાણની કમાણીનો આંકડો 127 કરોડ થઇ ગયો છે. બીજા દિવસની કમાણીમાં પઠાણે KGF-2ને ધૂળ ચટાડી છે. KGF 2ના હિન્દી વર્જને બીજા દિવસે 47 કરોડની કમાણી કરી હતી.
અનુમાન હતુ કે પઠાણ બીજા દિવસે 60-65 કરોડ સુધી કલેક્શન કરશે પણ આ આશાથી આગળ નીકળતા પઠાણે સાબિત કર્યુ છે તે રેકોર્ડ બનાવશે. પઠાણ દરરોજ ઇતિહાસ રચી રહ્યુ છે. રમેશ બાલાના ટ્વીટ અનુસાર પઠાણે વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ પર 235 કરોડ ગ્રૉસ કલેક્શન કર્યુ છે.
બૉક્સ ઓફિસ પર શાહરૂખની પઠાણની સુનામી
પઠાણથી શાહરૂખ ખાને 4 વર્ષ પછી સિલ્વર સ્ક્રીન પર વાપસી કરી છે. પઠાણમાં ગ્લેમર, એક્શન, થ્રિલ, સસ્પેન્સ અને તે તમામ ડ્રામા છે જે બૉક્સ ઓફિસ પર હિટ થવાની ગેરંટી આપે છે. કુલ મળીને કહીએ તો બૉક્સ ઓફિસ પર શાહરૂખની બાદશાહતનો ડંકો ફરી એક વખત વાગ્યો છે. પઠાણે બૉલીવુડને ઓક્સીજન આપ્યુ છે.
Advertisement