મુંબઇ: શાહરૂખ ખાન (Shahrukh khan)ની ફિલ્મ ‘પઠાણ’નું પ્રથમ ગાયન ‘બેશરમ રંગ’ રીલિઝ થયા બાદ વિવાદ થયો હતો. ગાયનમાં દીપિકા પાદુકોણની બિકિનીના રંગને લઇને આપત્તિ વ્યક્ત કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યુ કે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોચાડનારૂ છે.
Advertisement
Advertisement
ફિલ્મ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે સેન્સર બોર્ડના ચેરમેન પ્રસૂન જોશીનું નિવેદન સામે આવ્યુ કે ‘પઠાણ’ (Pathaan)માં સેન્સરના નિયમો હેઠળ બદલાવ કરવામાં આવ્યા છે. સેન્સર બોર્ડના સૂચન પર ફિલ્મમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે.
‘બેશરમ રંગ’ ગાયનમાં આ ત્રણ વસ્તુ બદલાઇ
‘પઠાણ’ના બેશરમ રંગ ગાયનમાં ત્રણ મોટા બદલાવની વાત સામે આવી છે. બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર બેશરમ રંગમાં દીપિકાના શરીરના કેટલાક ક્લોઝ-અપ શૉટ્સ હટાવવામાં આવ્યા છે. સાથે જ ગાયનમાં ‘બહુત તંગ કિયા’ લિરિક્સની સાથે આવનારા કેટલાક સેંશુઅસ વિજુઅલ પણ બદલવામાં આવ્યા છે અને તેની જગ્યાએ બીજા શૉટ લગાવવામાં આવ્યા છે. ‘બેશરમ રંગ’થી દીપિકાનો સાઇડ પોઝ પણ હટાવવામાં આવ્યો છે. જોકે, આ જાણકારી સામે નથી આવી કે ગાયનમાં દીપિકાના વિવાદિત ‘ભગવા બિકિની’ના શૉટ્સ હજુ છે કે હટાવવામાં આવ્યા છે.
ડાયલૉગ્સના કેટલાક શબ્દ પણ બદલવામાં આવ્યા
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યુ કે ‘પઠાણ’માં 13 જગ્યાએ PMO (વડાપ્રધાન કાર્યાલય)ને બદલવામાં આવ્યુ છે. ‘વડાપ્રધાન’ને બદલીને પ્રેસિડેન્ટ અથવા મંત્રી કરવામાં આવ્યુ છે. વાર્તાના હિસાબથી તપાસ એજન્સી ‘રૉ’ને બદલીને ‘હમારે’ ઉપયોગ કરવામાં આવ્યુ છે. એક ડાયલૉગ ‘ઇસસે સસ્તી સ્કૉચ નહી મિલી’માં સ્કૉચની જગ્યાએ ‘ડ્રિંક’ શબ્દ લગાવવામાં આવ્યો છે. ‘પઠાણ’માં અશોક ચક્રની જગ્યાએ ‘વીર પુરસ્કાર’, ‘એક્સ-કેજીબી’ની જગ્યાએ ‘એક્સ-એસબીયૂ’ અને ‘મિસેજ ભારતમાતા’ની જગ્યાએ ‘હમારી ભારતમાતા’ પણ કરવાના રિપોર્ટ્સ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનો મોલમાં વિરોધ, બજરંગ દળે પોસ્ટર ફાડ્યા
કહેવામાં આવે છે કે ફિલ્મના એક સીન પર ચાલી રહેલા ટેકસ્ટમાં ‘બ્લેક પ્રિજન રશિયા’ને બદલીને બ્લેક પ્રિજન પણ કરવામાં આવ્યુ છે. આ બદલાવ સાથે સેન્સર બોર્ડે પઠાણના મેકર્સને ‘U/A’ રેટિંગ આપ્યુ છે. ફિલ્મમાંથી કેટલા સેકન્ડના ફૂટેજને સેન્સર કરવામાં આવ્યા છે તેના વિશે કોઇ માહિતી સામે આવી નથી. હવે ફિલ્મનો રનટાઇમ 146 મિનિટ એટલે કે 2 કલાક 26 મિનિટનો થઇ ગયો છે.
શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ 25 જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થશે. સિદ્ધાર્થ આનંદના ડિરેક્શનમાં બનેલી ફિલ્મમાં જૉન અબ્રાહમ એક ખુંખાર વિલનના રોલમાં જોવા મળશે. યશરાજ ફિલ્મના આ પ્રોજેક્ટને તે સ્પાઇ યૂનિવર્સનો ભાગ ગણવામાં આવી રહ્યો છે જેમાં સલમાન ખાનની ટાઇગર ફ્રેન્ચાઇઝી અને રિતિક રોશન-ટાઇગર શ્રોફની ‘વૉર’ હતી.
Advertisement