એક જમાનામાં વેસ્ટ ઈંન્ડિઝની ટીમને ભારે પડનારા ભારતના એક અચ્છા ક્રિકેટર સલીમ દુરાણીએ આજે 86 વર્ષની જૈફ વયે પોતાનું શરીર છોડ્યું હતું. તેઓ એક સારા ક્રિકેટર તો હતાં જ પરંતુ સાથે સાથે તેમની પર્સનાલીટી પણ ફિલ્મજગતને આકર્ષી ગઈ હતી. એ સમયે તેમણે ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
Advertisement
Advertisement
ભૂરી આંખો, ગોરો વાન અને ઊંચી પર્સનાલીટીને કારણે તેઓ ચાહક વર્ગમાં ઘણાં ખ્યાતનામ હતા. છેલ્લે તેઓ તેમના દિકરાને ત્યાં જામનગર ખાતેના ઘરમાં રહેતાં હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ક્રિકેટ જગતમાં કોલકત્તાની ટેસ્ટ મેચમાં લીધેલી 8 અને 10 વિકેટો આજે પણ લોકોની સ્મૃતિનો ભાગ છે. તેમણે જાણીતી અભિનેત્રી પરવીન બાબી સાથે ચરિત્ર ફિલ્મમાં પણ કામ કર્યું હતું. તેમને અર્જુન એવોર્ડથી અને સી.કે નાયડું એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
Advertisement