કચ્છ જિલ્લા તાલીમ ભવન દ્વારા લેવાતી પ્રાથમિક વિભાગની ધોરણ-3ની પર્યાવરણની પરીક્ષામાં સચીન તેંદૂલકર કંઈ રમતનો ખેલાડી છે ? પ્રશ્ન પૂછાયો હતો અને તેમાં ક્રિકેટને બદલે હૉકી, વૉલીબોલ, કબ્બડી કે ખોખો જેવા વિકલ્પો આપવામાં આવ્યા હતા. આવા ચાર વિકલ્પોને કારણે બાળકો મૂંઝવણમાં મૂકાયા હતા.
Advertisement
Advertisement
હાલમાં પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે દરેક જિલ્લા તાલીમ ભવન ખાતે પ્રાથમિક વિભાગના પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવે છે ત્યારે ધોરણ-3ના પર્યાવરણના પેપરમાં આવો પ્રશ્ન પૂછ્યો હતો.
સૌથી પહેલી વાત એ છે કે ખરેખર પર્યાવરણના વિષયમાં ધોરણ-3ના બાળકોને આવો પ્રશ્ન પૂછાય કે કેમ તે પણ એક ચર્ચાનો વિષય છે. સામાન્ય રીતે ધોરણ-3ના બાળકોની વયકક્ષા સાતથી આઠ વર્ષની હોય છે. તે પર્યાવરણના વિષયમાં ક્રિકેટનો જવાબ આપે તે પણ તેના માટે પર્યાવરણ અંગેની ભ્રાંતિ ઊભી કરી શકે.
જો કે આ પ્રશ્નના માર્ક્સ બાળકોને પૂરેપૂરા આપી દેવામાં આવ્યા હતા.
Advertisement