ન્યૂયોર્ક: ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સની 80મી સીઝન અમેરિકામાં યોજાઇ રહી છે. આ લૉસ એન્જલસના બેવર્લી હિલ્સમાં યોજાઇ હતી. રેડ કાર્પેટ પર આ વખતે ભારતના લોકો પણ સામેલ થયા છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ જીતવાની રેસમાં વિશ્વભરની ફિલ્મ મુકાબલો કરી રહી છે.
Advertisement
Advertisement
RRRના નાટૂ નાટૂ સૉન્ગે જીત્યો એવોર્ડ
એસએસ રાજામૌલીની ફિલ્મ RRRના નાટૂ નાટૂ સૉન્ગને બેસ્ટ ઓરિજનલ સોન્ગનો એવોર્ડ મળ્યો છે. જૂનિયર એનટીઆર, રામ ચરણ અને આલિયા ભટ્ટ માટે આ ખુશીની વાત છે. સાથે જ ભારતીય સિનેમા માટે પણ આ ગર્વની વાત છે. એસએસ રાજામૌલીની ફિલ્મ RRR બે કેટેગરી માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં નોમિનેટ થઇ છે. આ નૉન ઇંગ્લિશ લેગ્વેજ અને બેસ્ટ ઓરિજનલ સોન્ગ મોશન પિક્ચર માટે નોમિનેટ થઇ છે.
એસએસ રાજામૌલીની ફિલ્મ RRRનો નાટૂ નાટૂ સોન્ગ વર્ષ 2022ના હિટ ટ્રેક્સમાંથી એક રહ્યો છે, તેના તેલુગૂ વર્જનને વેટરન મ્યૂઝિક ડિરેક્ટર એમએમ કીરાવાનીએ કંપોઝ કર્યો છે અને કાલા ભૈરવા સાથે રાહુલ સિપ્લીગુંજે લખ્યો છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ લેવા માટે કીરાવાની સ્ટેજ પર પહોચ્યા હતા. મહત્વપૂર્ણ છે કે એસએસ રાજામૌલીની ફિલ્મ RRR ઓક્સરની રેસમાં પણ સામેલ છે. આટલુ જ નહી ધ કાશ્મીર ફાઇલ્સ, કાંતાર, ગંગુબાઇ કાઠિયાવાડી અને ધ લાસ્ટ શો પણ ઓક્સરની રેસમાં છે.
Advertisement