ગાંધીનગર: રિલાયન્સ હવે ગુજરાતની 100 વર્ષ જૂની સોફ્ટડ્રીક બ્રાન્ડ સોસિયોમાં 50 ટકા હિસ્સો ખરીદશે.
Advertisement
Advertisement
રિલાયન્સ કન્ઝયુમર પ્રોડક્ટ લિમિટેડ (RCPL) ગુજરાતના કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિક્સ (CSD) અને જ્યુસ ઉત્પાદક સોસિયો હઝુરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડમાં 50 ટકા હિસ્સો ખરીદવા જઇ રહી છે.
આ ગુજરાતની કાર્બોનેટેડ સૉફ્ટ ડ્રિક્સ (CSD) અને જૂસ બનાવનારી કંપની છે. રિલાયન્સ કંજ્યૂમર પ્રોડક્ટ્સ લિમિટેડ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એફએમસીજી શાખા છે. આ દેશની મુખ્ય રિટેલ કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર લિમિટેડની સબસિડિયરી છે. આરઆરવીએલે એક નિવેદનમાં કહ્યુ કે આ કરાર આરસીપીએલને પોતાના બેવરેજેજ પોર્ટફોલિયોને વધારવામાં સક્ષમ બનાવશે.
સોશિયો હઝુરી એ 100 વર્ષ જૂની કંપની
સોસ્યો હજૂરી બેવરેજીસએ 100 વર્ષ જૂની પીણા ઉત્પાદન કંપની છે. કંપનીના હાલના પ્રમોટરો, હઝુરી પરિવાર, SHBPLમાં બાકીનો હિસ્સો ચાલુ રાખશે. આ સંયુક્ત સાહસ સાથે રિલાયન્સ બેવરેજીસ સેગમેન્ટમાં તેના પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવશે. તે જાણીતી બ્રાન્ડ કેમ્પાને પહેલાથી જ હસ્તગત કરી ચૂકી છે. આ ઉપરાંત, પ્રોડક્ટ પોર્ટફોલિયોના નિર્માણમાં અને ગ્રાહકો માટે અનન્ય મૂલ્ય પ્રસ્તાવ વિકસાવવામાં સોશિયોની કુશળતાનો લાભ લઈ શકાય છે.
અબ્બાસ અબ્દુલરહીમ હઝુરીએ સ્થાપના કરી હતી
સોશિયો હઝુરીની સ્થાપના વર્ષ 1923માં અબ્બાસ અબ્દુલરહીમ હઝુરી દ્વારા કરવામાં આવી હતી. તે સોશિયો બ્રાન્ડ હેઠળ તેનો પીણાંનો વ્યવસાય ચલાવે છે. તે કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક્સ અને જ્યુસના બિઝનેસમાં દેશની અગ્રણી કંપનીઓમાંની એક છે. આ કંપનીના બેવરેજીસ પોર્ટફોલિયોમાં અનેક બ્રાન્ડનો સમાવેશ થાય છે. તેમાં સોસ્યો, કાશ્મીરા, લેમી, જીનલીમ, રનર, ઓપનર, હઝુરી સોડા અને લગભગ 100 ફ્લેવરનો સમાવેશ થાય છે.
Advertisement