નવી દિલ્હી: કૉમેડિયન રાજૂ શ્રીવાસ્તવ પંચતત્વમાં વિલીન થઇ ગયા છે. ગુરૂવારે દિલ્હીના નિગમબોધ શમશાન પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, તેમના ભાઇ અને પુત્રએ તેમણે મુખાગ્નિ આપી હતી. આ દરમિયાન પરિવારજનો, સુનીલ પાલ, અહેશાન કુરૈશી, મધુર ભંડારકર સહિત કેટલાક સેલેબ્સ હાજર રહ્યા હતા.
Advertisement
Advertisement
દોઢ મહિનાથી વધુ સમય વેન્ટિલેટર પર રહ્યા બાદ અંતે 21 સપ્ટેમ્બરે 58 વર્ષની ઉંમરમાં રાજૂ શ્રીવાસ્તવનું નિધન થયુ હતુ, તેમણે 10 ઓગસ્ટે એક્સરસાઇઝ કરતા હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદથી તે દિલ્હીની એમ્સ હૉસ્પિટલમાં દાખલ હતા. સારવાર દરમિયાન તેમની સ્થિતિ સ્થિર થઇ હતી, જોકે, અચાનક ફરી સ્થિતિ બગડી ગઇ હતી.
અંતિમ યાત્રામાં પરિવારજનો સિવાય, કેટલાક સબંધી, નેતા અને સેલિબ્રિટી પણ રાજૂના ઘરે પહોચ્યા હતા. કાલ સાંજથી દ્વારિકાથી દશરથપુરમાં તેમની અંતિમ યાત્રાની તૈયારી ચાલી રહી હતી.
રાજૂ શ્રીવાસ્તવના પરિવારજનોએ જણાવ્યુ કે, કાલ સવારે તેમનું બીપી એકદમ લો થઇ ગયુ હતુ, જે બાદ તેમણે સીપીઆર આપવામાં આવ્યો હતો પરંતુ તેમણે રિસ્પૉન્ડ કર્યુ નહતુ. પરિવારજનોએ એમ પણ જણાવ્યુ કે રાજૂના સ્વાસ્થ્યમાં સુધારો થઇ રહ્યો હતો અને તેમનું વેન્ટિલેટર 2-3 દિવસમાં હટાવવામાં આવવાનું હતું. આ સાથે જ તેમની દવાનો ડોઝ પણ ઓછો કરી દેવામાં આવ્યો હતો.
પત્ની શિખાએ રાજૂને અસલી ફાઇટર ગણાવ્યો
રાજૂ શ્રીવાસ્તવના નિધન બાદ તેમની પત્ની શિખા શ્રીવાસ્તવનું નિવેદન સામે આવ્યુ હતુ, જેમાં તેમણે કહ્યુ કે રાજૂએ ઘણી હિમ્મતથી લડાઇ લડી. મને આશા હતી કે તે સ્વસ્થ થઇ જશે, હું તેમના જલ્દી સ્વસ્થ થવાની દુઆ કરતી હતી, પણ આવુ ના થયુ. હું એમ કહેવા માંગીશ કે તે એક અસલી ફાઇટર હતા, જે અંતિમ સમય સુધી લડ્યા.
Advertisement