ચંદીગઢ: તાજેતરમાં પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી. હવે વધુ એક પંજાબી ગાયક અલ્ફાઝ પર જીવલેણ હુમલો થયો છે. હુમલામાં ઇજાગ્રસ્ત થયા બાદ તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે અલ્ફાઝનું અસલી નામ અમનજોત સિંહ પંવાર છે અને તે રેપર હની સિંહ સાથે કામ કરી ચુક્યો છે.
Advertisement
Advertisement
અલ્ફાઝની સ્થિતિ ICUમાં ગંભીર બની- હની સિંહ
ગાયક હની સિંહે અલ્ફાઝની તસવીર શેર કરતા આ ઘટના વિશે જાણકારી આપી છે. હની સિંહે અલ્ફાઝની જે તસવીર શેર કરી છે તેમાં તે હૉસ્પિટલમાં બેડ પર જોવા મળી રહ્યો છે. જોકે, તેની તસવીર પોસ્ટ હવે ઇંસ્ટાગ્રામ પર નથી દેખાઇ રહી, તેને પોતાની એક અન્ય ઇંસ્ટાગ્રામ પોસ્ટની નોટમાં લખ્યુ, અલ્ફાઝને જોવા માટે હૉસ્પિટલ આવ્યો છું, તેની સ્થિતિ હજુ પણ ICUમાં ગંભીર બનેલી છે, કૃપયા તેમની માટે પ્રાર્થના કરો.
અલ્ફાઝ પર થયો હુમલો?
અલ્ફાઝ અને તેના મિત્ર શનિવારે રાતનું ભોજન કરવા માટે મોહાલીના લેન્ડરન રોડ પર સ્થિત એક ઢાબા પર ગયા હતા. ભોજન કર્યા બાદ ઢાબાના માલિક અને એક અન્ય વ્યક્તિ વચ્ચે પૈસાને લઇને વિવાદ થયો હતો. તે બાદ વ્યક્તિએ અલ્ફાઝે તેમનો કેસ હલ કરવા કહ્યુ પરંતુ અલ્ફાઝે આમ કરવાનો ઇનકાર કરી દીધો હતો, પછી તે વ્યક્તિ ત્યાથી ગાડી લઇને ભાગવા લાગ્યો અને અલ્ફાઝને ગાડીથી ટક્કર મારી હતી.
હુમલાખોરની પોલીસે ધરપકડ કરી
જે વ્યક્તિએ ગાયક અલ્ફાઝ પર હુમલો કર્યો હતો તેનું નામ વિક્કી છે. મોહાલી પોલીસ સ્ટેશનમાં હુમલાખોર વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. વિક્કી વિરૂદ્ધ IPCની કલમ 279,337,338 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર રાયપુર રાનીના વિક્કીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
કોણ છે ગાયક અલ્ફાઝ?
અલ્ફાઝનો જન્મ ચંદીગઢમાં થયો હતો, તેને પંજાબી સંગીત જગતમાં પોતાની ઓળખ બનાવી છે, કહેવામાં આવે છે કે અલ્ફાઝે 14 વર્ષની ઉંમરમાં ગાયન લખવાનું શરૂ કરી દીધુ હતુ, તેને હની સિંહના આલ્બમ હાય મેરા દિલથી 2011માં સિંગિંગમાં ડેબ્યૂ કર્યુ હતુ. હની અને અલ્ફાઝે બેબો, બર્થ ડે બેશ અને યાર બથેરે જેવા ગાયનમાં સાથે કામ કર્યુ છે. ગાયક હોવાની સાથે સાથે તે અભિનેતા, મૉડલ અને લેખક પણ છે.
Advertisement