સ્પોર્ટ્સ ડેસ્ક: પૃથ્વી શો આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે પરંતુ ઘરેલુ ક્રિકેટમાં સતત રન બનાવીને સિલેક્ટરનું ધ્યાન પોતાની તરફ ખેચી રહ્ય છે. પૃથ્વી શોએ રણજી ટ્રોફી 2022-23માં આસામ વિરૂદ્ધ ત્રેવડી સદી ફટકારી હતી. પૃથ્વી શોએ આસામ વિરૂદ્ધ મેચમાં 326 બોલ પર ત્રેવડી સદી ફટકારી હતી.
Advertisement
Advertisement
પૃથ્વી શોની રણજી ટ્રોફીમાં આ પ્રથમ ત્રેવડી સદી છે. આ સાથે જ પૃથ્વી શો રણજી ટ્રોફીમાં (ટેસ્ટ ફોર્મેટ), વિજય હઝારે ટ્રોફી (વન ડે ફોર્મેટ)માં બેવડી સદી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (ટી-20 ફોર્મેટ)માં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બની ગયો છે. પૃથ્વી શો ત્રેવડી સદી ફટકારનાર મુંબઇનો આઠમો બેટ્સમેન છે.
આસામ વિરૂદ્ધ મેચમાં પૃથ્વી શોએ 107 બોલમાં સદી, 235 બોલમાં બેવડી સદી અને 326 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી. જોકે, પૃથ્વી શો 400 રનનો આંકડો પાર કરતા ચુકી ગયો હતો પરંતુ રણજી ટ્રોફી ઇતિહાસનો બીજો સૌથી વ્યક્તિગત સ્કોર પોતાના નામે કરવામાં સફળ રહ્યો હતો. પૃથ્વી શોને રિયાન પરાગે 379 રનના સ્કોર પર LBW આઉટ કર્યો હતો.
પૃથ્વી શોએ આઉટ થયા પહેલા અજિંક્ય રહાણે સાથે 510 બોલમાં 401 રનની ભાગીદારી કરી હતી. જેમાં તેને 258 બોલમાં 262 રન બનાવ્યા હતા જ્યારે રહાણેએ 252 બોલમાં 131 રન બનાવ્યા હતા. પૃથ્વી શોએ માત્ર 361 બોલમાં 350 રનનો આંકડો પાર કરી લીધો હતો. આ વચ્ચે મુંબઇના કેપ્ટન અજિંક્ય રહાણેએ પણ પોતાની સદી પૂર્ણ કરી હતી. અજિંક્ય રહાણે અને પૃથ્વી શોની ઇનિંગની મદદથી મુંબઇ 600 રનનો આંકડો પાર કર્યો હતો.
Advertisement