નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે રાજ્યોના સહમત થવા પર પેટ્રોલિયમ ઉત્પાદનને GSTમાં લાવવામાં આવી શકે છે. નાણાં મંત્રીએ કહ્યુ કે ગત કેટલાક વર્ષથી સરકારનો પ્રયાસ આર્થિક વૃદ્ધિને વધારવાના ઇરાદે સાર્વજનિક વ્યવયમાં વૃદ્ધિ કરવાનો રહ્યો છે.
Advertisement
Advertisement
ઉદ્યોગ મંડળ પીએચડી ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (PHDCCI)ના સભ્યો સાથે બજેટ પછી બેઠકમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ, “પેટ્રોલિયમ ઉત્પાદનોને GSTના દાયરામાં લાવવાને લઇને જોગવાઇ પહેલાથી ઉપલબ્ધ છે. મારા પુરોગામીએ આ બાબતે વિકલ્પ ખુલ્લો રાખ્યો છે.”
પાંચ પેટ્રોલિયમ ઉત્પાદનો..ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, હાઇ સ્પીડ ડીઝલ, નેચરલ ગેસ અને જેટ ઇંધણ GSTની બહાર છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલે આ ઉત્પાદનોને GSTના દાયરામાં લાવવાની તારીખ પર વિચાર કરવો પડશે.
નાણા મંત્રીએ કહ્યુ, “રાજ્યોના સંમત થયા પછી, અમે પેટ્રોલિયમ ઉત્પાદનોને પણ GSTના દાયરામાં લાવીશું…” GST પરિષદની બેઠક 18 ફેબ્રુઆરી, 2023માં નવી દિલ્હીમાં મળશે. નાણા મંત્રીએ એમ પણ કહ્યું કે સરકારે નાણાકીય વર્ષ 2023-24માં બજેટમાં મૂડી ખર્ચમાં 33 ટકાનો વધારો કરીને રૂપિયા 10 લાખ કરોડ કર્યો છે.
નિર્મલા સીતારમણે કહ્યુ, “છેલ્લા ત્રણ-ચાર વર્ષથી જાહેર મૂડી ખર્ચ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અમે આ બજેટમાં પણ તેને ચાલુ રાખ્યું છે..સ્પષ્ટપણે કહી શકાય કે આ બજેટમાં મૂડીખર્ચ પર ભાર મૂકવામાં આવ્યો છે. સીતારમણે કહ્યુ કે, છેલ્લા કેટલાક વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે મૂડી ખર્ચ ડબલ ડિજિટ પર પહોંચી ગયો છે. તે દર્શાવે છે કે બજેટમાં કેટલીક વસ્તુને મહત્વ આપવામાં આવ્યું છે.
નાણાં મંત્રીએ કહ્યું કે રાજ્યોને વિજળી સહિત વિવિધ ક્ષેત્રોમાં સુધારાને પ્રોત્સાહન આપવા અને એક દેશ, એક રાશન કાર્ડ લાગુ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
Advertisement