પાકિસ્તાનના પૂર્વ ICC એલીટ અમ્પાયર અસદ રઉફનું 66 વર્ષની વયે હાર્ટ એટેક આવતા નિધન થયુ છે. મહત્વપૂર્ણ છે કે થોડા સમય પહેલા તેમનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે લાહોરમાં લાંડા બજારમાં એક જૂતા અને કાપડની દુકાન ચલાવતા હતા. અસદ રઉફના અચાનક નિધનથી પાકિસ્તાની ક્રિકેટર કામરાન અકમલે ટ્વીટ કરીને સંવેદના વ્યક્ત કરી છે.
Advertisement
Advertisement
મહત્વપૂર્ણ છે કે વર્ષ 2013માં બીસીસીઆઇએ તેમની પર પ્રતિબંધ મુક્યો હતો કારણ કે આઇપીએલની ડિસીપ્લેનરી એક્શન ટીમે અસદ રઉફે બુકી પાસેથી મોંઘી ગિફ્ટ લીધી હતી અને આઇપીએલમાં ફિક્સિંગમાં તેમની ઇનવોલ્વમેન્ટ હતી. જોકે, તેમણે પોતાની ઉપર લાગેલા તમામ આરોપને ખોટા ગણાવ્યા હતા.
પાકિસ્તાનના પૂર્વ આઇસીસી એલીટ અમ્પાયર અસદ રઉફ જેમણે 2000 અને 2013 વચ્ચે 231 આંતરરાષ્ટ્રીય મેચમાં અમ્પાયરિંગ કરી છે, તેમની અમ્પાયરિંગ પણ ઘણી સારી રહી છે. વર્ષ 1998માં રઉફે અમ્પાયરિંગમાં પોતાનું ડેબ્યૂ કર્યુ હતું. અમ્પાયરિંગ કર્યા પહેલા, રઉફે પાકિસ્તાનમાં એક ઘરેલુ ક્રિકેટરના રૂપમાં પોતાની કરિયર બનાવી હતી.
Advertisement