એશિયા કપ 2022માં પાકિસ્તાને રોમાંચક મુકાબલામાં ભારતને 5 વિકેટે હરાવીને સુપર 4માં જીત સાથે પોતાનું ખાતુ પણ ખોલ્યુ હતુ. સુપર 4માં ભારત અને પાકિસ્તાન સિવાય અફઘાનિસ્તાન અને શ્રીલંકાએ જગ્યા બનાવી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમે એક બોલ બાકી રહેતા 19.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 182 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
Advertisement
Advertisement
ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 44 બોલમાં 4 ફોર અને 1 સિક્સરની મદદથી 60 રન બનાવ્યા હતા જ્યારે કેએલ રાહુલ અને રોહિત શર્માએ 28-28 રનની ઇનિંગ રમી હતી. દીપક હુડ્ડાએ 16, રિષભ પંત 14, સૂર્યકુમાર યાદવે 13 રન બનાવ્યા હતા. આ મેચમાં હાર્દિક પંડ્યા ખાતુ ખોલાવી શક્યો નહતો. પાકિસ્તાન તરફથી શાદાબ ખાને સૌથી વધઉ 2, નસીમ શાહ, મોહમ્મદ હસનૈન, હારીસ રઉફ અને મોહમ્મદ નવાઝે 1-1 વિકેટ ઝડપી હતી.
પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને સૌથી વધુ 51 બોલમાં 6 ફોર અને 2 સિક્સરની મદદથી 71 રનની ઇનિંગ રમી હતી જ્યારે મોહમ્મદ નવાઝે 20 બોલમાં 6 ફોર અને 2 સિક્સરની મદદથી 42 રન બનાવ્યા હતા. આસિફ અલીએ 16, ફખર ઝમાને 15, બાબર આઝમ અને ખુશદિલ શાહે 14-14 રન બનાવ્યા હતા. મોહમ્મદ નવાઝને ઓલ રાઉન્ડ પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
Advertisement