પોતાની ફિલ્મ ‘પઠાણ’ની સફળતા પર શાહરૂખ ખાને સોમવારે કહ્યું કે આખું બોલિવૂડ આ ફિલ્મની સફળતાની આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું. આવી સ્થિતિમાં તેમણે સમગ્ર ઉદ્યોગને પુનર્જીવિત કરવા માટે લોકોનો આભાર માન્યો.
Advertisement
Advertisement
મુંબઈમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ખાને કહ્યું કે છેલ્લા ચાર દિવસમાં આ ફિલ્મની ભવ્ય સફળતાથી ચાર વર્ષનો થાક દૂર થઇ ગયો છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં તેમની સાથે દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ અને ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ પણ હતા.
Massive crowd and the FIRST media event for #Pathaan is about to begin! #SRK #ShahRukhKhan #ShahRukh #Pathan #DeepikaPadukone #JohnAbraham @iamsrk @yrf @deepikapadukone @TheJohnAbraham #SiddharthAnand #pathancollection #pathanboxoffice #Pathaan500crWorldWide #PathaanMovie pic.twitter.com/8aLPvZ39pQ
— Box Office Worldwide (@BOWorldwide) January 30, 2023
શાહરૂખ ખાને બૉયકોટની અપીલ છતાં ફિલ્મને ભવ્ય સફળતા અપાવવા અને તેમના પર ઘણો પ્રેમ આપવા બદલ તેમના ચાહકોનો આભાર માન્યો છે. આ ફિલ્મના નિર્માણ સાથે જોડાયેલા લોકોનો પણ આભાર માન્યો હતો.
શાહરૂખ ખાને કહ્યું, “ઘણી વખત અમારે લોકોને ફોન કરીને કહેવું પડ્યું કે કૃપા કરીને અમને અમારી ફિલ્મ શાંતિથી રિલીઝ કરવા દો. ફિલ્મ જોવી અને બનાવવી એ એક સુંદર અનુભવ છે અને હું એ તમામ લોકોનો આભાર માનું છું જેમણે આ ફિલ્મને રિલીઝ કરવામાં અમારી મદદ કરી.
અમે આ ફિલ્મને સમર્થન આપવા માટે તમામ દર્શકો અને મીડિયાના ખૂબ ખૂબ આભારી છીએ.
Advertisement