સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા (Neeraj Chopra) નું શાનદાર પ્રદર્શન ચાલુ છે. નીરજ ચોપરાએ 88.44 મીટરના બેસ્ટ થ્રો સાથે ડાયમંડ લીગ ફાઇનલ જીતી લીધી છે. નીરજ આ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય એથલીટ છે. નીરજે આ પહેલા વર્ષ 2017 અને 2018માં પણ ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યુ હતુ, જ્યા તે સાતમા અને ચોથા સ્થાને રહ્યો હતો પરંતુ હવે નીરજે ડાયમંડ ટ્રોફી જીતીને એક સફળતા મેળવી છે.
Advertisement
Advertisement
જ્યૂરિખમાં ડાયમંડ લીગ ફાઇનલમાં નીરજની શરૂઆત ખરાબ રહી હતી અને તેનો પ્રથમ થ્રો ફાઉલ થયો હતો. બીજા પ્રયાસમાં તેને 88.44 મીટર દૂર ભાલો થ્રો કરીને વિરોધી ખેલાડીઓ પર લીડ મેળવી હતી. ત્રીજા પ્રયાસમાં નીરજે 88.00 મીટર, ચોથામાં 86.11 મીટર, પાંચમામાં 87.00 મીટર અને છઠ્ઠા પ્રયાસમાં 83.60 મીટર દૂર ભાલો ફેક્યો હતો.
Golds,Silvers done, he gifts a 24-carat Diamond ? this time to the nation ???
Ladies & Gentlemen, salute the great #NeerajChopra for winning #DiamondLeague finals at #ZurichDL with 88.44m throw.
FIRST INDIAN?? AGAIN??#indianathletics ?
X-*88.44*?-86.11-87.00-6T? pic.twitter.com/k96w2H3An3
— Athletics Federation of India (@afiindia) September 8, 2022
ડાયમંડ લીગ ફાઇનલમાં ચેક ગણરાજ્યના જૈકબ વાડલેચ 86.94 મીટરના બેસ્ટ થ્રો સાથે બીજા અને જર્મનીના જૂલિયન વેબર (83.73) ત્રીજા નંબર પર રહ્યો હતો. નીરજ ચોપરાએ 2021માં ઓલિમ્પિકમાં ગોલ્ડ, 2018માં એશિયન રમતમાં ગોલ્ડ, 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ, 2022માં વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે, તેનું સ્વપ્ન ડાયમંડ ટ્રૉફી જીતવાનું હતુ જે હવે પૂર્ણ થયુ છે.
Advertisement